અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના તપાસમાં એકબાદ એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે , દરરોજ 10 ઓપરેશનના ટોર્ગેટ અપવામાં આવતા હતા ,
ડોકટરોને ઓપરેશનના ટાર્ગેટ આપવામાં આવતા હતા. જેમાં આરોપી પ્રંશાત વજીરાણીએ અંદાજે 1000 થી વધુ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતનો મામલામા ખ્યાતિ કાંડ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં દરરોજ 10 ઓપરેશનના ટોર્ગેટ અપવામાં આવતા હતા. સંસ્થાના સંચાલકો દ્વારા ડોકટરોને ઓપરેશનના ટાર્ગેટ આપવામાં આવતા હતા. જેમાં આરોપી પ્રંશાત વજીરાણીએ અંદાજે 1000 થી વધુ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે.
બીજી તરફ તપાસમાંથી મળતી માહિતી મુજબ ખ્યાતિ હોસ્પિટલ માં જરૂરિયાત વગરના દર્દીઓને ઓપરેશન કરી દેવાતા હતા. ત્યાર આ ઘટનામાં વધારે તપાસ માટે રાજશ્રી કોઠારીની પુછપરછ કરવામાં આવશે. જેમાં વધુ ખુલાસા થાય તેમ છે. ઉલ્લેખનિય છેકે કોર્ટે રાજશ્રી કોઠારીના 10 દિવસના રિમાંન્ડ મંજૂર કર્યા છે. ત્યાર આ દરમિયાન વધારે ચોંકાવનારા ખુલાસાઓ થઇ શકે તેમ સૂત્રો જણાવી રહ્યા છે.
ક્રાઇમબ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં હોસ્પિટલે કોરોના સમયમાં કરોડો રૂપિયાનો નફો મેળવ્યો હોવાનું ખુલ્યું છે. આ ઘટનામાં કાર્તિક પટેલ, સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત અને પ્રદીપ કોઠારીએ કરોડોનો નફો રળ્યો હતો. 2020ના વર્ષમાં દરેકના ભાગે દોઢ કરોડ નફો આવ્યો હતો.
ખ્યાતિ હોસ્પિટલ કાંડથી ડાયરેક્ટર રાજશ્રીએ પોલીસથી બચવા 100થી વધુ સીમકાર્ડ બદલ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે જુદા-જુદા કોલના લોકેશનના આધારે આરોપીને ઝડપ્યા હતા.