અયોધ્યામાં રામમંદિર પ્રોજેકટને ‘બ્રિટીશ સેફટી કાઉન્સીલ’ તરફથી આપવામાં આવતા સૌથી પ્રતિષ્ઠિત ‘સ્વોર્ડ ઓફ ઓનર’ પુરસ્કારથી સન્માની કરાયો છે
રામમંદિર નિર્માણ સમિતિનાં અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે ‘સ્વોર્ડ ઓફ ઓનર’ સુરક્ષા મેનેજમેન્ટમાં પ્રતિષ્ઠિત પુરસ્કાર પૈકીનો એક છે.

અયોધ્યામાં રામમંદિર પ્રોજેકટને ‘બ્રિટીશ સેફટી કાઉન્સીલ’ તરફથી આપવામાં આવતા સૌથી પ્રતિષ્ઠિત ‘સ્વોર્ડ ઓફ ઓનર’ પુરસ્કારથી સન્માની કરાયો છે.આ એવોર્ડ સેફી મેનેજમેન્ટ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત પુરસ્કારો પૈકીનો એક છે.
રામમંદિર નિર્માણ સમિતિનાં અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે ‘સ્વોર્ડ ઓફ ઓનર’ સુરક્ષા મેનેજમેન્ટમાં પ્રતિષ્ઠિત પુરસ્કાર પૈકીનો એક છે.કાઉન્સીલ પ્રોસેસ, પ્રેકિટસ અને આમાં સાઈટ પર ગતિવિધી મુલ્યાંકનનું ઓડીટ કરે છે. માત્ર એજ પ્રોજેકટ ‘સ્વોર્ડ ઓફ ઓનર’ પુરસ્કાર સ્પર્ધામાં ભાગ લેવા માટે પાત્ર હોય છે જે ફાઈવ સ્ટાર એસેસમેન્ટ મેળવે છે.
આ પહેલા મંદિરનાં નિર્માણ માટે લાર્સન એન્ડ ટ્રુબ્રોને પણ રામ મંદિરનાં નિર્માણમાં કરવામાં આવતા સુરક્ષા ઉપાયો માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ દ્વારા ‘ગોલ્ડન ટ્રોફી’થી સન્માનીત કરવામાં આવેલા.
નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતુંકે મંદિરનાં શિખર સહીત પહેલા અને બીજા ફલોરનું નિર્માણ અને અન્ય મહત્વપૂર્ણ મંદિરોનું નિર્માણ અંતિમ ચરણમાં છે જે જુન 2025 સુધીમાં પુરૂ થઈ શકે છે.શ્રીરામ દરબાર મહર્ષિ વાલ્મીકી, શબરી માતા વગેરેની આરસ પહાણની મુર્તિ જાન્યુઆરી 2025 સુધીમાં તૈયાર કરવામાં આવશે.