PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ નવા નવા ખુલાસા સામે આવ્યા છે ; ઉપલેટાની ક્રિષ્ના સર્જીકલ સહિત ચાર હોસ્પિટલમાં ગેરરીતિનો ખુલાસો ,
રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલની ગેરરીતિ સામે આવી છે. રાજકોટની સ્વસ્તિક હોસ્પિટલમા સોનોગ્રાફી રિપોર્ટમા ચેડાં થતાં હોવાનું સામે આવ્યું છે.

PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ નવા નવા ખુલાસા સામે આવ્યા છે. ગત અઠવાડિયામાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2ને પેનલ્ટી આપવામાં આવી છે.
રાજકોટની 2 હોસ્પિટલ સસ્પેન્ડ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલની ગેરરીતિ સામે આવી છે. રાજકોટની સ્વસ્તિક હોસ્પિટલમા સોનોગ્રાફી રિપોર્ટમા ચેડાં થતાં હોવાનું સામે આવ્યું છે.
ટ્યુબર બોર્ડના સર્ટીફિકેટના સહી સિક્કામાં છેડછાડ, સર્જરી માટેની માર્ગદર્શિકાનું ઉલ્લંધન,બી.યુ. અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ અને સોનોગ્રાફીની પ્લેટ સાથેના છેડછાડ સહિતના કારણોસર હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરાઇ તેમજ દંડ ફડકારવામાં આવ્યો છે. બે હોસ્પિટલમાં કુલ રૂ. 3.28 કરોડ થી વધુની રકમની પેનલ્ટી ફટકારાય છે.
રાજકોટની ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલ અને સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને વિવિધ ત્રુટીઓ જણાતાં સસ્પેન્ડ તેમજ ભરૂચની જયાબેન મોદી હોસ્પિટલ અને વડોદરાની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ગેરરીતિ બદલ પેનલ્ટી કરાઇ છે.
રાજકોટની સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઇનસ્યોરન્સ કંપની દ્વારા ઓડિટ કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ 196 કેસમાં USG(અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી) પ્લેટ અને HPE (હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામીનેશન) રીપોર્ટમાં છેડછાડ જોવા મળેલ હતી.
જેના પરિણામે હોસ્પિટલને યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જો કોઈ અન્ય હોસ્પિટલ કાર્યરત હશે તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.યોજનાની માર્ગદર્શિકા મુજબ કુલ રૂ.2,94,90,000/- પેનલ્ટી કરવામાં આવેલ છે. ઉકત ક્ષતિઓ સાથે સંલગ્ન સ્પેશ્યાલીસ્ટ ડો.રાજેશ કંડોરીયાને યોજનામાંથી બરતરફ કરવામાં આવેલ છે.
રાજકોટની જ ક્રિષ્ના સર્જીકલ હોસ્પિટલનું બી. યુ. સર્ટીફીકેટ અને ફાયર એન.ઓ.સી. Expired થઈ ગયું હોવાનું ધ્યાને આવ્યું. તદઉપરાંત હોસ્પિટલ પાસે AERB સર્ટીફિકેટ પણ ન હતું. યોજનાની માર્ગદર્શિકા અનુસાર હોસ્પીટલમાં જરૂરી મેનપાવર હાજર ન હતા.
હોસ્પીટલમાં ICU માં સ્વચ્છતા બાબતે અભાવ જોવા મળેલ હતો. ઓટી નોટ અને Anesthesia નોટ માં ડોકટર દ્વારા દર્શાવેલ માહિતીમાં વિસંગતા જોવા મળેલ હતી.જે બદલ કિષ્ના સર્જીકલ હોસ્પિટલ – ઉપલેટા ને યોજના અંતર્ગત ઉકત ક્ષતિઓની પૂતર્તા ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવી.
ભરૂચ ખાતેની જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા ટ્યુમર બોર્ડ સર્ટીફીકેટ (TBC)માં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMS સોફટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાને આવ્યું.વડોદરા ખાતેની બેન્કર્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જરીમાં આયુષ્માન યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું.