ગુજરાત

ડ્રગ્સના હબ બનેલા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે ,

અમદાવાદ ડી આર આઈના અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટના બે પેસેન્જરો પાસેથી 9.5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. આ 15.5 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજાની ઇન્ટરનેશનલ માર્કેટ કિંમત 15 કરોડ રૂપિયા થવા જાય છે

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.  અમદાવાદ ડી આર આઈના અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટના બે પેસેન્જરો પાસેથી 9.5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. આ 15.5 કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજાની ઇન્ટરનેશનલ માર્કેટ કિંમત 15 કરોડ રૂપિયા થવા જાય છે. ભારતીય નાગરિકે ગાંજો વેક્યુમ પેકિંગ કરીને છૂપાવ્યો હતો પણ, વેક્યુમ પેકિંગ કરતાં પહેલા ખાસ પ્રકારનું કેમિકલ નાખીને ગાંજો પ્રોસેસ કરાયો હતો જેથી કરીને ગાંજાની ગંધ આવે નહીં.

સળંગ બે દિવસમાં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો છે. સોમવારે કસ્ટમ વિભાગે બેંગકોકથી આવેલા થાઈલેન્ડના નાગરિક પાસેથી 6.5 કિલો હાઈ બ્રેડ ગાંજો જપ્ત કર્યો હતો તેની કિંમત પાંચ કરોડ થવા જાય છે.

કસ્ટમની કાર્યવાહી બાદ  ડી .આર .આઈ ને બાતમી મળી હતી કે આ જ ફ્લાઇટમાં અન્ય એક પેસેન્જર ઇન્ટરનેશનલ ડ્રગ માફીઆઓ માટે કામ કરી રહ્યો છે અને હાઈબ્રીડ ગાંજો બેગેજમાં લઈને આવી રહ્યો છે. આ  બાતમીના આધારે ડીઆરઆઈના અધિકારીઓએ આ ભારતીય નાગરિકના બેગેજની તપાસ કરતા પ્લાસ્ટિકની કોથળીઓમાં કપડાંની વચ્ચે ગાંજો છુપાવેલો મળી આવ્યો હતો.

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બે જ દિવસમાં ડીઆરઆઈ અને કસ્ટમ દ્વારા 20 કરોડથી વધારેનો ગાંજો પકડવામાં આવ્યો છે. આ કારણે અમદાવાદ એરપોર્ટ પર ડીઆરઆઈની ખાસ નજર છે.  અમદાવાદના એરપોર્ટ પર આવતા પેસેંજરો ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા હોવાથી કસ્ટમ અને કસ્ટમની એર ઇન્ટેલિજન્સ યુનિટ અને ડીઆરઆઈ નેશનલ અને ઇન્ટરનેશનલ એજન્સીઓ સાથે સંકલનમાં રહીને ધોંસ વધારી રહ્યું છે અને ડ્રગ્સ પકડી રહ્યું છે.

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અચાનક ઇન્ટરનેશનલ ડ્રગ માફિયાઓએ હાઈબ્રેડ ગાંજાની હેરાફેરી શરૂ કરી દીધી છે જેના કારણે સુરક્ષાએ એજન્સીઓ વિચારમાં પડી ગઈ છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પેસેન્જર ડ્રગ્સની હેરાફેરી કરે તેના માટે એરપોર્ટ ઉપર ખાસ પ્રકારના બેગેજ સ્ક્રિનિંગ મશીન રાખવામાં આવેલા છે પણ તેને પણ થાપ આપીને ડ્રગ્સની હેરાફેરી કરાઈ રહી છે. આ કારણે ડીઆરઆઈએ પોતાના ખબરી નેટવર્કને વધારે સક્રિય કરવું પડ્યું છે. આ કારણે જ ડી આર આઈ એ ચોક્કસ બાતમીના આધારે પેસેન્જરને ઝડપી લીધો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button