અમદાવાદમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ; રખિયાલના હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ નો વીડિયો વાયરલ , વીડિયોમાં લુખ્ખાઓ હાવી થતા હતા ,
ફરજ દરમિયાન બેદરકારી દાખવી હોવાનું સાબિત થતા હોડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેષને સસ્પેન્ડ કરાયા છે. નોંધનિય છે કે, વાયરલ વીડિયોમાં અસામાજિક તત્વો પોલીસ ઉપર હાવી થતા દેખાયા હતા

અમદાવાદમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. જોકે પોલીસ પણ આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવતી હોય છે. તેવામાં અમદાવાદના રખિયાલમાં તાજેતરમાં લુખ્ખા તત્વોએ સામાન્ય જનતાની સાથે પોલીસને પણ ધમકી આપી છરી બતાવી હતી. આ તરફ હવે લુખ્ખાઓ સામે પોલીસની ઢીલી કામગીરીની પોલીસને સજા મળી છે. રખિયાલમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમદાવાદના રખિયાલ-બાપુનગરના મુખ્ય માર્ગ પર અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો. આ સાથે વિડીયોમાં આ લુખ્ખા તત્વો પોલીસને પણ છરીથી ધમકાવી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. આ કેસમાં હવે ફરજ દરમિયાન બેદરકારી દાખવી હોવાનું સાબિત થતા હોડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેષને સસ્પેન્ડ કરાયા છે. નોંધનિય છે કે, વાયરલ વીડિયોમાં અસામાજિક તત્વો પોલીસ ઉપર હાવી થતા દેખાયા હતા. આ સાથે લુખ્ખાઓ પોલીસને ધમકી આપતા જોવા મળ્યા હતા. જેને લઈ હવે પોલીસકર્મીઓ સામે પણ પગલાં લેવાયા છે.
અમદાવાદમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે હવે આ ઇસમો પોલીસથી પણ ડરતાં ન હોય તેવો વિડીયો વાયરલ થયો છે. પહેલા જાહેરમાં હથિયારો સાથે વિડીયો વાયરલ થયા બાદ હવે આરોપીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે. જેમાં આરોપી પોલીસને છરી દ્ધારા ધમકાવતો હોવાનું દેખાઈ રહ્યું છે. આ તરફ પોલીસ કર્મચારીઓને ગાડીમાં બેસાડીને ભગાડતા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન પોલીસે આરોપી સમીર ઉર્ફે ચિકના મહેબૂબ મિયા શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.