ટેકનોલોજી

યુ -ટયુબર્સ સામે આકરા પગલા આવશે ; દર્શકોને આકર્ષવા ગેરમાર્ગે દોરતા સનસનીખેજ ટાઈટલ – ચિત્રો મુકાય છે ,

દેશમાં વધતા જતા યુ - ટયુબ કલ્ચરમાં પ્રવેશેલી બદી સામે પગલા ,

દેશમાં ડિજીટલ પ્લેટફોર્મ યુ-ટયુબ વિડીયોથી લઈને અનેક પ્રકારના કન્ટેન્ટ માટે અત્યંત લોકપ્રિય બાબત બની ગયુ છે અને તેમાં યુ-ટયુબર્સ મોટી કમાણી પણ કરી રહ્યા છે તે સમયે હવે ફકત દર્શકને આકર્ષવા યુ-ટયુબર્સ દ્વારા જે રીતે ‘કલીકચેટ’ તથા ‘થંબનેલ’ જેવી ‘ટ્રીક’ અજમાવવામાં આવે છે તેના પર હવે પ્રતિબંધ આવશે.

યુ-ટયુબર્સને મળતા કલીક કે દર્શકોના આધારે તેના ફોલોઅર્સના આધારે નાણા મળે છે અને તેથી દર્શકોને આકર્ષવા ભ્રામક રીતે પ્રારંભ વિડીયો કે કન્ટેન્ટ મુકવામાં આવે છે જેથી દર્શન તે વિડીયો જોવા પ્રેરાય છે તો ‘થંબનેલ’ જેવા પ્રયાસો છે. કોઈ મોટી તસ્વીરને અત્યંત નાની કરીને દર્શાવાય છે.

જેથી તે જોનારની ઉત્સુકતા વધે છે અને તે વિડીયોને કલીક કરીને જોવા પ્રેરાય છે. આમ વધુ કલીક પરના યુ-ટયુબર્સને વધુ નાણા મળે છે પણ એક વખત દર્શક જે તે વિડીયો જોવાનો પ્રારંભ કરે તો તેનુ મટીરીયલ તે કલીકગેટમાં દર્શાવાયુ હોય છે તેવુ હોતુ નથી અથવા જે થંબતેલથી તસ્વીર રજુ થઈ હોય તે પણ ભ્રામક નિવડે છે.

આ સામે હવે સરકાર યુ-ટયુબર્સની વિશ્વસનીયતા જળવાઈ રહે અને દર્શકો પણ ખોટી રીતે લલચાય નહી તે નિશ્ચિત કરવા માંગે છે. આ તમામ ગેરમાર્ગે દોરતી પ્રવૃતિ બંધ થાય તે નિશ્ચિત કરાશે. અનેક વખત રાજકીય રીતે ફકત ઉત્સુકતા કે સનસનાટી સર્જવા જેનાથી જે તે યુ-ટયુબ ચેનલ જાણીતી બને કે તેના દર્શકો વધે તે માટે તેવા જે તે પ્રોગ્રામના તેવા ટાઈટલ આપવામાં આવે છે.

જેમાં વિશ્વસનીયતા કરતા કમાણીને વધુ મહત્વ અપાય છે. હાલ આ પ્રકારના ફકત સનસનાટી પેદા કરતા કે કોઈ હકીકતને ખોટી રીતે રજૂ કરતા યુ-ટયુબર્સ સામે તેનો વિડીયો દુર કરવાની જ જોગવાઈ છે.

દેશમાં જે રીતે યુ-ટયુબ કલ્ચર વધી રહી છે અને પોલીટીકસથી બોલીવુડ સહિતના ક્ષેત્રને તે આવરી લેવા લાગ્યા છે તેઓ વાસ્તવિકતા કે સત્યને ખોટી રીતે રજૂ કરાવે છે. હવે તેમાં આકરા નિયમનો આવશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button