ગુજરાત
ભાણવડ નગર પાલિકા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન ; તંત્ર દ્વારા ગટરનાં ઢાંકણા પર આરસીસી રોડ બનાવી દીધો હોવાનું સામે આવ્યું છે.
દ્વારકામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવવા પામી છે. ભાણવડ નગર પાલિકા દ્વારા આરસીસી રોડ બનાવ્યા બાદ રોડ ખોદી નાંખ્યો હતો.

પહેલા ડ્રેનેજના ઢાંકણા પર બનાવી દીધો RCC રોડ, હવે ઢાંકણું શોધવા રોડ ખોદ્યો ,
દ્વારકામાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રજાનાં પૈસાનું તંત્ર દ્વારા પાણી કરવામાં આવી રહ્યું છે. ભાણવડ નગર પાલિકા દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ગટરનાં ઢાંકણા પર આરસીસી રોડ બનાવી દીધો હોવાનું સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં બેદરકારી આચરી ગટરનાં ઢાંકણા પર જ આરસીસી રોડ બનાવી દીધો છે. ત્યારે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે પગલા લેવામાં આવશે કે કેમ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હવે તંત્ર દ્વારા ગટરનાં ઢાંકણા શોધવા માટે નવીન આરસીસી રોડ ખોદી નાંખ્યો છે. તેમજ તંત્ર દ્વારા પ્રજાનાં પૈસાનું પાણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. ભાણવડનાં ભૂતવડ રોડ પર આ બનાવ બન્યો છે. તંત્ર દ્વારા હવે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહી
Poll not found