બ્રેકીંગ ન્યુઝ

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાના અભિષેકની પ્રથમ વર્ષગાંઠ 11 જાન્યુઆરી, 2025ના રોજ ઉજવવામાં આવશે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે નવાં વર્ષનાં આગમન, પ્રયાગરાજના મહાકુંભ અને રામ મંદિરની પ્રતિષ્ઠા દ્વાદશીને ધ્યાનમાં રાખીને દર્શનનો સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે.

અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાના અભિષેકની પ્રથમ વર્ષગાંઠ 11 જાન્યુઆરી, 2025ના રોજ ઉજવવામાં આવશે. તેને પ્રતિષ્ઠા દ્વાદશી કહેવામાં આવશે.

જેમાં અનેક પ્રકારનાં કાર્યક્રમો યોજાશે. સવારે યજ્ઞ મંડપ એટલે કે મંદિર પરિસરમાં શુક્લ યજુર્વેદના મંત્રોચ્ચાર સાથે અગ્નિહોત્ર કરવામાં આવશે. 6 લાખ શ્રી રામ મંત્રનો જાપ થશે.

આ ઉપરાંત રામ રક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા વગેરેનાં પાઠ થશે. મંદિરમાં રાગ સેવ 3 થી 5 વાગ્ય અને બધાઈ ગાન સાંજે 6 થી 9 વાગ્યે યોજાશે. આ રીતે યાત્રા સુવિધા કેન્દ્રનાં પહેલાં માળે સંગીતમય માનસ પાઠ ચાલું રહેશે. અંગદ ટીલા ખાતે સવારથી રામ કથા, માનસ પ્રવચન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

નવાં વર્ષની પહેલી જાન્યુઆરીથી રામ ભક્તોને રામ મંદિરમાં હાજર રામલલાના દર્શન કરવા માટે વધુ એક કલાકનો સમય મળશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે નવાં વર્ષનાં આગમન, પ્રયાગરાજના મહાકુંભ અને રામ મંદિરની પ્રતિષ્ઠા દ્વાદશીને ધ્યાનમાં રાખીને દર્શનનો સમયગાળો વધારવાનો નિર્ણય લીધો છે.

વધુ એક કલાકનો વધારો કર્યા બાદ કુલ દર્શનનો સમયગાળો 15 કલાકનો થઈ જશે. એટલે કે સવારે 7 થી 9 વાગ્યાના બદલે સવારે 7 થી 10 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. આમાં બપોરે એક કલાક 12:30 થી 1:30 વાગ્યા સુધી મંદિર બંધ રાખવાનો પણ સમાવેશ થાય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button