તમિલનાડુના પ્રદેશ ભાજપ પ્રમુખની ભીષ્મ પ્રતિજ્ઞા ; જ્યાં સુધી તમિલનાડુમાં DMK સરકારને નહીં ઉખેડું ત્યાં સુધી જૂતાં નહીં પહેરું
હું મારી જાતને છ વાર ચાબુક મારીશ 48 દિવસ ઉપવાસ કરીશ અને છ ભુજાઓવાળા મુરુગનને પ્રાર્થના કરીશ. તેમણે વધુમાં કહ્યું કે, તે શુક્રવારથી જૂતા અને ચપ્પલ નહીં પહેરે.

તમિલનાડુમાં વિપક્ષી રાજકીય પક્ષની ભૂમિકામાં ભાજપે આક્રમક વલણ દાખવ્યું છે. ડીએમકે વિરુદ્ધ હોબાળો મચાવતા, ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામલાઈએ કહ્યું કે, તેઓ શુક્રવારે તેમના ઘરની સામે વિરોધ કરશે.
તેમણે કહ્યું, હું મારી જાતને છ વાર ચાબુક મારીશ 48 દિવસ ઉપવાસ કરીશ અને છ ભુજાઓવાળા મુરુગનને પ્રાર્થના કરીશ. તેમણે વધુમાં કહ્યું કે, તે શુક્રવારથી જૂતા અને ચપ્પલ નહીં પહેરે.
તેમણે કહ્યું કે, જ્યાં સુધી ડીએમકે સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી તેઓ જૂતા અને ચપ્પલ નહીં પહેરે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત બાદ તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈએ પણ પોતાના જૂતા ઉતાર્યા હતા.
તેમણે પુનરોચ્ચાર કર્યો, કાલથી જ્યાં સુધી DMK સત્તામાંથી બહાર નહીં આવે ત્યાં સુધી હું જૂતા પહેરીશ નહીં.. અન્નામલાઈએ કહ્યું કે તેઓ અન્ના યુનિવર્સિટીની વિદ્યાર્થિની જાતીય સતામણીના કેસમાં ન્યાય અપાવવાની સરકારની રીતથી અસંતુષ્ટ છે અને સરકારની અસંવેદનશીલતાનો વિરોધ કરશે.