દિલ્હી હાઈકોર્ટે સરકારી હોસ્પિટલોમાં , M-આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) યોજના દિલ્હીમાં પણ લાગુ કરવામાં આવે.
33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરી દેવામાં આવ્યું છે તો દિલ્હીમાં તેને ન કરવું યોગ્ય નથી. કોર્ટે દિલ્હી સરકાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વચ્ચે 5 જાન્યુઆરી, 2025 સુધીમાં MOU પર હસ્તાક્ષર કરવા જણાવ્યું છે.

દિલ્હી હાઈકોર્ટે સરકારી હોસ્પિટલોમાં ICU બેડ અને વેન્ટિલેટરની સુવિધા સંબંધિત કેસની સુનાવણી કરતા આદેશ આપ્યો કે PM-આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન (PM-ABHIM) યોજના દિલ્હીમાં પણ લાગુ કરવામાં આવે.
હાઈકોર્ટે કહ્યું કે, જ્યારે તેને 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરી દેવામાં આવ્યું છે તો દિલ્હીમાં તેને ન કરવું યોગ્ય નથી. કોર્ટે દિલ્હી સરકાર અને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વચ્ચે 5 જાન્યુઆરી, 2025 સુધીમાં MOU પર હસ્તાક્ષર કરવા જણાવ્યું છે. કોર્ટે 12 દિવસનો સમય આપ્યો છે અને 5 જાન્યુઆરી સુધીમાં MOU પર હસ્તાક્ષર કરવા જણાવ્યું છે ,
લાઈવ લો પર પ્રકાશિત અહેવાલ મુજબ, ન્યાયમૂર્તિ પ્રતિભા એમ સિંહ અને ન્યાયમૂર્તિ મનમીત પ્રીતમ સિંહ અરોરાની ડિવિઝન બેન્ચે કહ્યું કે, PM-ABHIM યોજનાને સંપૂર્ણ રીતે લાગુ કરવી પડશે. જેથી પાટનગરના લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકે.
દિલ્હીના લોકોને આ યોજના હેઠળ ઉપલબ્ધ ભંડોળ અને સુવિધાઓથી વંચિત ન રહેવું જોઈએ. કોર્ટે 24 ડિસેમ્બરે આ આદેશ આપ્યો હતો. કોર્ટનું કહેવું છે કે, જો આચારસંહિતા લાગુ થશે તો પણ આ એમઓયુ પર હસ્તાક્ષર કરવા પડશે.
કોર્ટે આગામી સુનાવણીના દિવસે આ MOU રજૂ કરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે, બેંચે રાજધાનીની તમામ હોસ્પિટલોમાં જન ઔષધિ કેન્દ્રો ખોલવાનું પણ કહ્યું હતું.
ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજ પર નિશાન સાધતા આ મામલે પ્રતિક્રિયા આપતાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ યોજના હેઠળ મોદી સરકાર હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે પૈસા આપે છે.
મોદી સરકારે દિલ્હી સરકાર માટે 2406.77 કરોડ રૂપિયા ફાળવ્યા છે, પરંતુ નફરતની રાજનીતિને કારણે કેજરીવાલ સરકારે ન તો એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, ન પૈસા લીધા, ન તો સ્વાસ્થ્ય માળખાને અપગ્રેડ કર્યું.
દિલ્હીના વિકાસમાં અવરોધ ઊભો કર્યો. બાંસુરીના જણાવ્યા અનુસાર, આ યોજના હેઠળ દિલ્હીમાં 1139 શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો બનાવવાના હતા. 11 જિલ્લા સંકલિત જાહેર આરોગ્ય પ્રયોગશાળાઓ બાંધવાની હતી, 9 ક્રિટિકલ કેર બ્લોક્સ બાંધવાના હતા.
જેમાં 950 બેડ છે. દરેક જિલ્લા હોસ્પિટલમાં 400 બેડના ક્રિટિકલ કેર બ્લોક્સ બનાવવાના હતા. દરેક સરકારી જિલ્લા હોસ્પિટલમાં 50 પથારીવાળા પાંચ બ્લોક બનાવવાના હતા.