ગુજરાત

કચ્છમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો વાયરલ થતા પોલીસે કરી હતી ધરપકડ ,

માંડવી બીચ પર બુટલેગર ચણા-મમરા વેચતો હોય તેમ ખુલ્લેઆમ બુમો પાડીને કહી કહ્યો છે કે, 'દારૂ લઈ લો...દારૂ લઈ લો'. ત્યારે કચ્છના માંડવી બીચ દારૂ વેચતો તો આરોપી ઝડપાયો હતો.

ગુજરાતમાં દારુ બંધી હોવા છતા દારૂની રેલમછેલ જોવા મળતી હોય છે, દારૂની તસ્કરી અને દારૂની હેરાફેરીની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ત્યારે કચ્છમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતો વીડિયો વાયરલ થયો છે. જેમાં માંડવી બીચ પર બુટલેગર ચણા-મમરા વેચતો હોય તેમ ખુલ્લેઆમ બુમો પાડીને કહી કહ્યો છે કે, ‘દારૂ લઈ લો…દારૂ લઈ લો’. ત્યારે કચ્છના માંડવી બીચ દારૂ વેચતો તો આરોપી ઝડપાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

કચ્છ LCBએ આરોપીને ઝડપી પાડ્યો હતો. આ આરોપીએ ગઇકાલે એક્ટિવા પર દારૂ વેંચતો વીડિયો વાયરલ કર્યો હતો. સમગ્ર મામલે એલસીબીએ મોહનીશ નામના યુવકની ધરપકડ કરી હતી. જોકે આ મામલે વાયરલ વીડિયો પોતાના મિત્રો સાથે બનાવ્યો હોવાની યુવકે કબુલાત કરી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button