શેર બજારની નબળી શરૂઆત ; BSE સેન્સેક્સ 80.07 પોઈન્ટ ઘટીને 78,619.00 પોઈન્ટ પર ખુલ્યો ,
શુક્રવારે અમેરિકન માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી છે ,

આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત નબળી રહી છે. BSE સેન્સેક્સ 80.07 પોઈન્ટ ઘટીને 78,619.00 પોઈન્ટ પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 28.40 પોઈન્ટના ઘટાડા સાથે 23,785.00 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતીય બજારમાં ઘટાડો વૈશ્વિક બજારોમાં નબળાઈને કારણે છે.
શુક્રવારે અમેરિકન માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. તેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી છે. વર્ષના અંત સુધીમાં વિદેશી રોકાણકારોની ઓછી ભાગીદારીને કારણે બજાર રેન્જ બાઉન્ડ રહેવાની ધારણા છે.
જો આપણે શેર્સ પર નજર કરીએ તો, એરટેલ, ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ વગેરે જેવા શેર્સમાં વધારો જોવા મળ્યો છે. ઘટનારા શેરોમાં રિલાયન્સ, એચસીએલ ટેક, ટાટા મોટર્સ અને ટીસીએસનો સમાવેશ થાય છે.
બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે,