સુરતમાં કાયદાનો ભંગ કરનાર યુવકને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે ,
પોલીસની નેમપ્લેટ સાથે સાગર હિરપરા નામના યુવકે વીડિયો બનાવ્યો હતો ,

સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં આજનો યુવા વર્ગ ગેરમાર્ગે દોરાયો છે. વીડિયો અને રીલ્સ બનાવવા માટે કોઈ પણ હદે જવા માટે યુવાનો તૈયાર થઈ જાય છે અને કાયદાનો ભંગ કરે છે. ત્યારે સુરતમાં કાયદાનો ભંગ કરનાર યુવક પોલીસના હાથમાં આવી ચઢ્યો છે.
કારમાં પોલીસની નેમપ્લેટ સાથે સાગર હિરપરા નામના યુવકે વીડિયો બનાવ્યો હતો. યુવકે સીન-સપાટા કરવા માટે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો પણ યુવકની કમનસીબી કહેવાય કે આ વીડિયો પોલીસના હાથમાં આવી ગયો હતો અને વરાછા પોલીસે યુવકને પકડી લીધો હતો. યુવક પાસેથી પોલીસે માફી મંગાવી અને ફરીથી આવી ભૂલ નહીં કરે, કાયદાનો ભંગ નહીં કરે તેવી યુવક પાસેથી ખાતરી લીધી હતી.
આજના ઈન્ટરનેટના જમાનામાં રિલ્સનો ક્રેઝ દિવસે દિવસે વધતો જાય છે. લોકો ફેમસ થવા માટે ગમે તે હદ સુધી જઈ રહ્યા છે. જે લોકો કાયદો પણ હાથમાં લે છે. પોતાની જાતને દુનિયાની સામે વાયરલ કરીને ફેમસ થઈ જવાની લાય ધરાવતા લોકને પોલીસ તેમને માફીનામા સાથે વાયરલ કરે છે.