BZ પોન્ઝી સ્કીમ કેસમાં વધુ એક સફળતા મળી ; CID ક્રાઈમે કિરણસિંહ ચૌહાણની ધરપકડ કરી છે. કિરણસિંહ ચૌહાણે કૌભાંડી ભૂપેન્દ્રને આશરો આપ્યો
ઉલ્લેખનિય છે કે દવાડા ગામે કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહ રોકાયો હતો.

તાજેતરમાં ગુજરાતના સૌથી મોટા પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે એટલે કે 27 ડિસેમ્બર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડ માગ્યા ત્યારે કોર્ટ 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ત્યારે BZ પોન્ઝી સ્કીમ કેસમાં CID ક્રાઈમને વધુ એક સફળતા સાંપડી હતી. જેમાં કૌભાંડી ભૂપેન્દ્રને આશરો આપનાર કિરણસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે દવાડા ગામે કિરણસિંહ ચૌહાણના ફાર્મ હાઉસમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહ રોકાયો હતો.
CID ક્રાઈમના DIG પરિક્ષિતા રાઠોડે લોકોને પણ અપીલ કરી હતી કે, જે ફરિયાદી હોય તે આગળ આવે અને ફરિયાદ નોંધાવે. લોકોની ફરિયાદ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. દરેક સવાલના જવાબ મેળવવા CID ક્રાઈમની પૂછપરછમાં ભૂપેન્દ્ર ઝાલાના અનેક રાઝ પરથી પડદો ઉંચકાઈ શકે છે. 6 હજાર કરોડનું સામ્રાજ્ય કેવી રીતે ઉભું કર્યું? તેમજ કોણે જનતાને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો તે હકીકત સામે આવશે.