જાણવા જેવું

અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન પુર્વે જ સ્કીલ મુજબ અપાતા એચ-વન-બી વિસા મુદે મળી રહેલા વિરોધાભાસી સંકેતો ,

ટ્રમ્પ-મસ્કની જોડીના આક્રમક વિધાનો બાદ આ દેશમાં એચ-વન-બી વિસા પર કામ કરતા કાનૂની રીતે કામ કરતા ભારતીયોને કોઈ અણગમતી પરીસ્થિતિનો સામનો કરવો પડે નહી તે માટે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે.

અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન પુર્વે જ સ્કીલ મુજબ અપાતા એચ-વન-બી વિસા મુદે મળી રહેલા વિરોધાભાસી સંકેતો અને ટ્રમ્પ-મસ્કની જોડીના આક્રમક વિધાનો બાદ આ દેશમાં એચ-વન-બી વિસા પર કામ કરતા કાનૂની રીતે કામ કરતા ભારતીયોને કોઈ અણગમતી પરીસ્થિતિનો સામનો કરવો પડે નહી તે માટે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ છે.

આ ક્ષેત્રના નિષ્ણાંતો- એચવનબી વિસા પર અમેરિકામાં ભારતીયોને મોકલતી કંપનીઓ તથા સરકારના આઈટી અને વિદેશ મંત્રાલય સંયુક્ત રીતે અમેરિકાની સ્થિતિ પર નજર રાખી રહી છે. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ જેઓ કાનૂની રીતે આ વિસા પર વિદેશમાં કામ કરે છે તેને એવી કોઈ અણગમતી સમસ્યાનો સામનો કરવો પડે નહી તેની ચિંતા સરકાર કરે છે.

આઈટી મંત્રાલયને પણ તેમાં સાથે લેવામાં આવી છે તથા મોટી સોફટવેર કંપનીઓ જે આ વિસાનો લાભ મેળવે છે તથા નાસ્કોમ સહિતના આ ક્ષેત્રની સંસ્થાઓ સાથે રહીને પરીસ્થિતિ સમજવા અને કાનુની માળખુ પણ સમજી રહી છે તથા ખરેખર અમેરિકામાં શું પરીસ્થિતિ છે તેના પર નજર રાખવા માંગે છે.

અમેરિકામાં ટ્રમ્પ શાસનના આગમન બાદ વિસા પોલીસીમાં ફેરફાર આવી શકે છે અને ટ્રમ્પની નજીક મનાતા એલન મસ્ક તો એચ-વન-બી વિસા મુદે જે રીતે વિધાનો કરી રહ્યા છે અને ખુદ રીપબ્લીકન પક્ષમાં તેનો વિરોધ થઈ રહ્યો છે તે પણ સરકાર જોઈ રહી છે.

આ ઉપરાંત વૈશ્વિક કંપનીઓ ભારતમાં ગ્લોબલ કેપેસીટી સેન્ટર સ્થાપી રહી છે જેનો અર્થ સ્કીલ વર્કરની ભારતમાં પણ જરૂર પડશે

News Click 24

Poll not found

Related Articles

Back to top button