નવા વર્ષ 2025 ની શરૂઆત માં LPG સિલિન્ડરની કિંમતોમાં ભાવમાં ઘટાડો થયો છે.
આજે એટલે કે 1 જાન્યુઆરી 2025 થી ઓઇલ એન્ડ ગેસ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના (LPG Cylinder ) ભાવમાં ઘટાડો થયો છે.

નવા વર્ષ પર સવારે જ LPG Cylinder ના ગ્રાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. વર્ષના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં દિલ્હીથી લઈને મુંબઈ અને કલકત્તાથી લઈને ચેન્નાઈ સુધી ભાવમાં ઘટાડો થયો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં દિલ્લીથી લઈને મુંબઈ સુધી 14-16 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે, જો કે આ ભાવ ઘટાડો કંપનીઓએ 19 કિલો વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કર્યો છે, જ્યારે 14 કિલો વાળા ઘરમાં વપરાતા ગેસના બાટલાના ભાવમાં કોઈ બદલાવ આવ્યો નથી.
19 kg LPG સિલિન્ડરની નવી કિંમત 1 જાન્યુઆરી 2025 ના રોજ IOCLની વેબસાઈટ પર અપડેટ કરાયેલા ભાવ અનુસાર દિલ્હીમાં 1804 રૂપિયા થઈ ગઈ છે જે 1 ડિસેમ્બરે 1818.50 રૂપિયા હતી. એટલે કે એક સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે. તેની કિંમત માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ દેશના અન્ય શહેરોમાં પણ બદલાઈ ગઈ છે.
- દિલ્હી: 1804 રૂપિયા
- કલકત્તા: 1911 રૂપિયા
- મુંબઈ: 1756 રૂપિયા
- ચેન્નાઈ: 1966 રૂપિયા
રાજધાની દિલ્હી સિવાય કલકત્તામાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હવે 1 જાન્યુઆરીથી 1927 રૂપિયાથી ઘટીને 1911 રૂપિયા થઈ ગઈ છે. અહીં એક સિલિન્ડરની કિંમતમાં 16 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે, મુંબઈમાં સિલિન્ડરની કિંમતમાં પણ 15 રૂપિયાનો ઘટાડો થયો છે અને કોમર્શિયલ સિલિન્ડરની કિંમત જે ડિસેમ્બરમાં 1771 રૂપિયામાં હતી તે ઘટીને 1756 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં 1980.50 રૂપિયાની કિંમતનો 19Kg સિલિન્ડર હવે 1 જાન્યુઆરી, 2025થી 1966 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
14 કિલો વાળા ઘરમાં વપરાશમાં લેવાતા LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 1 જાન્યુઆરીએ પણ તેની કિંમત યથાવત રાખવામાં આવી છે. દિલ્હીમાં તેનો ભાવ 803 રૂપિયા, કલકત્તામાં 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા પર યથાવત છે.