મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે રાજ્ય પરિવહનના કાફલામાંથી 15 વર્ષ જૂની બસોને રદ કરવાનો આદેશ આપ્યો ,
13000 જૂના સરકારી વાહનોનાં નિકાલની જાહેરાત કરી હતી. જૂના વાહનોને સ્ક્રેપ કર્યા પછી રાજ્ય પરિવહનના કાફલામાંની બાકીની બસોમાં એલએનજી અને સીએનજી સિસ્ટમ ફિટ કરવામાં આવશે.

મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે રાજ્ય પરિવહનના કાફલામાંથી 15 વર્ષ જૂની બસોને રદ કરવાનો આદેશ આપ્યો હતો અને 13000 જૂના સરકારી વાહનોનાં નિકાલની જાહેરાત કરી હતી. જૂના વાહનોને સ્ક્રેપ કર્યા પછી રાજ્ય પરિવહનના કાફલામાંની બાકીની બસોમાં એલએનજી અને સીએનજી સિસ્ટમ ફિટ કરવામાં આવશે.
સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વિભાગોની આગામી 100 દિવસની યોજનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ફડણવીસે માર્ગ સલામતીનાં મહત્વ પર ભાર મૂક્યો અને અધિકારીઓને માર્ગ અકસ્માતોનું મૂલ્યાંકન કરવા અને તેને ઘટાડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યો હતો. મીટિંગ દરમિયાન ગુગલ સાથેનાં કરારની નોંધ પણ લેવામાં આવી હતી અને આ પહેલો માટે પ્લેટફોર્મના સંસાધનોના ઉપયોગ અંગે ભલામણ કરવામાં આવી હતી.
આ બેઠકમાં પરિવહન, બંદરો અને મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી સહિતનાં વિભાગોનાં કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. મુખ્ય હાજરીમાં અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન ધનંજય મુંડે, સાંસ્કૃતિક બાબતોનાં પ્રધાન આશિષ શેલાર, ગ્રામીણ વિકાસ પ્રધાન જયકુમાર ગોર, કાપડ પ્રધાન સંજય સાવકરે અને પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક સામેલ હતાં.
મુખ્ય સચિવ સુજાતા સૌનિક, પરિવહન કમિશનર વિવેક ભીમનવર સહિત વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. આ ચર્ચાઓનો ઉદ્દેશ્ય પરિવહન ક્ષેત્રે ટકાઉ અને સલામત કામગીરી સુનિશ્ચિત કરવા અને તમામ વિભાગોમાં કાર્યક્ષમતામાં સુધારાઓ કરવા માટેની વ્યૂહરચનાઓનો અમલ કરવાનો હતો