જાણવા જેવું

ફિલ્મોએ મનોરંજનનું માધ્યમ છે , પરંતુ આવી ફિલ્મોમાં આવતા હિંસક ડાયલોગ (સંવાદ) માતા-પિતાની ચિંતા વધારી રહ્યા છે ,

2020માં વધીને 0.34 ટકા થઈ ગયો. 1970-2020 સુધીની અંગ્રેજી ફિલ્મોના ડાયલોગનું વિશ્લેષણ કરાયું હતું. જેમાં જણાયુ કે, 7 ટકા ફિલ્મોમાં મર્ડર જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો.

અમેરિકાની ઓહીયો યુનિવર્સિટીના સંશોધકોનો ચોંકાવનારો ખુલાસોમનોરંજન માટે બનતી ફિલ્મોમાં મરવા – મારવાના હિંસક સંવાદોની બાળ માનસ પર ખરાબ અસર , 

ફિલ્મોએ મનોરંજનનું માધ્યમ છે. પરંતુ આવી ફિલ્મોમાં આવતા હિંસક ડાયલોગ (સંવાદ) માતા-પિતાની ચિંતા વધારી રહ્યા છે. એક સંશોધન અનુસાર ગત 50 વર્ષ દરમિયાન બનેલી ફિલ્મોના ડાયલોગ વધુ હિંસક બનતા ગયા છે. આવા ડાયલોગોમાં મરવા-મારવા પણ ઘણી વાતો હોય છે.

સંશોધકોના અનુસાર ફિલ્મોમાં અન્ય વિષયોની તુલનામાં હવે હત્યા સાથે જોડાયેલા ડાયલોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં ખુલાસો થયો છે કે છેલ્લા પાંચ દાયકામાં કેવી રીતે ફિલ્મોના ડાયલોગમાં કેરેકટર મરવા-મારવાની વાતો વધુ વાતો કરવા લાગ્યા છે.

સંશોધન પત્રના સહલેખક ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના કોમ્યુનીકેશનના પ્રોફેસર બ્રેડ બુશમેને કહ્યું હતું કે, આ પ્રકારની ફિલ્મોથી અપરાધ ક્ષેત્રોમાં ઘટનાઓ વધવાની જ પરંતુ બીજા ક્ષેત્રોમાં પણ આવી ફિલ્મોની અસર થઈ શકે છે. 1970ની શરૂઆતમાં બનેલી ફિલ્મોમાં 0.21 ટકા આ પ્રકારના ડાયલોગનો ઉપયોગ થતો હતો.

જે 2020માં વધીને 0.34 ટકા થઈ ગયો. 1970-2020 સુધીની અંગ્રેજી ફિલ્મોના ડાયલોગનું વિશ્લેષણ કરાયું હતું. જેમાં જણાયુ કે, 7 ટકા ફિલ્મોમાં મર્ડર જેવા શબ્દોનો ઉપયોગ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતની ફિલ્મોમાં પણ એક એક કો ચૂનકર મારુંગા, કુત્તે, કમીને મેં તેરા ખૂન પી જાઉંગા ફાયર નહીં વાઈલ્ડ ફાયર હું જેવા હિંસાને ઉત્તેજન આપતા સંવાદો જોવા મળે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button