ઈકોનોમી

આજે શેરબજારની શરૂઆત નબળી રહી છે. સેન્સેક્સ 200 પોઈન્ટના ઘટાડા સાથે 79,720ના સ્તર પર અને નિફ્ટી 50 પોઈન્ટના ઘટાડા સાથે 24,130 ના સ્તર પર ખૂલ્યું છે.

એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.96% અને કોરિયાનો કોસ્પી 2.08% વધ્યો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.46% ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ એટલે કે 3 જાન્યુઆરી 2025 ને શુક્રવારના રોજ શેરબજારની શરૂઆત નબળી રહી છે. સેન્સેક્સ 200 પોઈન્ટના ઘટાડા સાથે 79,720ના સ્તર પર અને નિફ્ટી 50 પોઈન્ટના ઘટાડા સાથે 24,130 ના સ્તર પર ખૂલ્યું છે.

સેન્સેકસના 30 શેરોમાંથી 18 માં ઘટાડો અને 12 માં તેજી છે, તો નિફ્ટીના 50 શેરમાંથી 30માં ઘટાડો અને 20માં તેજી જોવા મળી છે. મુખ્યત્વે એનએસઇ ઈન્ડેકકસમાં બેન્કિંગ અને ઑટો સેક્ટરમાં સૌથી મોટો ફટકો દેખાયો છે.

એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.96% અને કોરિયાનો કોસ્પી 2.08% વધ્યો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.46% ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

NSEના ડેટા અનુસાર 2 જાન્યુઆરીએ સ્થાનિક રોકાણકારો એ પણ ₹22.14 કરોડના શેર ખરીદ્યા હતા જેની સામે વિદેશી રોકાણકારોએ ₹1,506.75 કરોડના શેર ખરીદ્યા હતા.

2 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઉ જોન્સ 0.36%ના ઘટાડા સાથે 42,392 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 0.22% ઘટીને 5,868 પર અને નૈસ્ડેક 0.16% ઘટીને 19,280 પર છે.

સેન્સેક્સમાં 1436 પોઈન્ટનો ઉપર આવીને 79,943ના સ્તરે બંધ થયો હતો તો સાથે નિફ્ટીમાં પણ 445 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો તે 24,188ના સ્તરે બંધ થયો હતો.સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં વધારો જોવા મળ્યો હતો. ઑટો અને આઈટીના શેરમાં વધુ ઉછાળો જોવા મળ્યો હતો. આયશર મોટર્સના શેરમાં 8.55% અને મારુતિ સુઝુકીના શેરમાં 5.61%નો વધારો જોવા મળ્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button