ગુજરાત

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ કોંગ્રેસમાં મોટું ભંગાણ ,

કોંગ્રેસમાં ભૂકંપ: મતદાન પહેલા જ અનેક ઉમેદવારો ભાજપના સંપર્કમાં, પાંચ તો 'ગુમ' થઈ ગયા ,

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ કોંગ્રેસમાં મોટું ભંગાણ થઈ ગયું છે. નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે કેટલીક પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો હતો. જોકે, મુક્ત-પારદર્શક ચૂંટણી યોજાઈ રહી છે તે મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, ભાજપે પોલીસ અને વહીવટીતંત્રના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેચાવ્યા હતાં.

જૂનાગઢમાં કોંગ્રેસના 60 ઉમેદવારોમાંથી 9 ઉમેદવારોએ ભાજપનાં સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લીધા છે. મતદાન પહેલા જ બે વોર્ડના ભાજપના 8 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. વોર્ડ નં.12ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધુ છે પરંતુ ત્યાં અન્ય ઉમેદવાર હોવાથી બેઠક બિનહરીફ થઈ નહી.

દિલીપ ગલે બક્ષીપંચ બેઠક પર ઉમેદવારીપત્ર ભર્યું હતું, તેણે પણ ભાજપના સમર્થનમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી લીધુ છે. આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો. ફોર્મ ચકાસણી માટેની પ્રક્રિયા પુરી થતા કોંગ્રેસના જે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા તે તમામ ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા. ફોર્મ માન્ય થઈ ગયા બાદ પરત ખેંચી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

ભચાઉ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી 11 બેઠકો ચૂંટણી પ્રક્રિયા પહેલાં જ ભાજપના ફાળે આવી ગઈ છે. તંત્રની બલિહારી કહો કે કોંગ્રેસની ભૂલ, હવે કોંગ્રેસના 17 જ ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. જો કે, કચ્છ ભાજપના આગેવાનો અંદરખાને દાવો કરે છે તે સાચો ઠરે તો કોંગ્રેસના 17 ઉમેદવારોમાંથી મોટાભાગના ભાજપના સંપર્કમાં છે.

દાવો તો ત્યાં સુધી કરાઈ રહ્યો છે કે, મંગળવારે છેલ્લા દિવસે બચેલા 17 ઉમેદવારોમાંથી એક-બેને બાદ કરતાં મોટાભાગના કોંગ્રેસી ઉમેદવારી પાછી ખેંચી લેશે. ભચાઉની 28 બેઠકો ઉપર ભાજપના તમામ 28 ઉમેદવારીપત્રો માન્ય રહ્યાં છે. ભચાઉમાં ભાજપનો ભગવો લહેરાય તેવા કાવાદાવાની સફળતાનું સત્તાવાર ચિત્ર આજે સ્પષ્ટ થઇ જશે.

વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકામાં ત્રણ દાયકાથી શાસન હોવાં છતાં વિકાસનાં કામો નહીં થતાં લોક આક્રોશને પગલે ભાજપ વિકાસનાં નામે મતો માંગી જીતવાને બદલે શામ, દામ અને દંડની નીતિ અપનાવી કોંગ્રેસ અને વિરોધીઓના ઉમેદવારોને બેસાડી દેવાનાં પ્રયાસો આદર્યા છે, ત્યારે વોર્ડ નં.1નાં 4 અને વોર્ડ નં.3નો 1 સહિત કુલ 5 કોંગ્રેસી ઉમેદવારોને સંપર્ક વિહોણા કરી દેતાં કોંગ્રેસી નેતાઓ પ્રચાર કરવાનાં બદલે પાંચેય ઉમેદવારોને શોધવાં રાત દિવસ એક કરી રહ્યા છે અને સાથે ભાજપ પર ગંદી રાજનીતિ રમી રહ્યા હોવાનાં આક્ષેપો કરતા ધરમપુરનું રાજકારણ ગરમાયું છે.

કોડિનાર નગરપાલિકામાં ગેરકાયદેસર મંડળી રચી ભાજપના પૂર્વ સાંસદે જ વાતાવરણ ડહોળ્યુ હતું. આ ઉપરાતં માણસામાં ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસના ઉમેદવારો પર સતત રાજકીય દબાણ કરી ફોર્મ પરત ખેચે તેવા હથકંડા અપનાવ્યા હતા.

હળવદ નગરપાલિકામાં તો રવિવારની રાત્રિથી કોંગ્રેસના ઉમેદવારોને સતત ધમકી આપવામાં આવી રહી છે. આ કારણોસર નાછૂટકે ઉમેદવારોને પોલીસ રક્ષણ માગવું પડ્યું હતું. પોલીસે પણ યોગ્ય પ્રત્યુતર ન પાઠવતા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.

બિલીમોરા નગરપાલિકામાં ખુદ ચૂંટણી અધિકારીએ ભાજપને મદદરુપ થવા ગેરબંધારણિય વર્ણતૂક કરી છે. મહિસાગર જિલ્લાના જોધપુર તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારનું જાતિ પ્રમાણપત્ર અંગે કોંગ્રેસે વિસ્તૃત રજૂઆત કરી છતાંય ચૂંટણી અધિકારીએ એકતરફી નિર્ણય કરી ફોર્મ મજૂર કર્યું હતું જેથી રાજ્ય ચૂંટણીપંચમાં રજૂઆત કરવામાં આવશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button