ભારત

મહાકુંભ 2025 / મહાકુંમાં અત્યાર સુધીમાં 370000000થી વધુ લોકો લગાવી ચૂક્યાં સંગમમાં ડૂબકી ;

વસંત પંચમી પર બે કરોડથી વધારે શ્રધ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું. ત્યારે મંગળવારે CM યોગી પ્રયાગરાજ પહોંચશે.

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના સંગમ તટ પર આયોજિત મહાકુંભના 23 દિવસ થઈ ગયા છે. આ 23 દિવસોમાં 37 કરોડથી વધારે લોકોએ ડૂબકી લગાવી છે. ગત સોમવારે મહાકુંભનું ત્રીજું અમૃત સ્નાન સકુશળ સંપન્ન થઈ ગયું. વસંત પંચમી પર બે કરોડથી વધારે શ્રધ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું. ત્યારે મંગળવારે CM યોગી પ્રયાગરાજ પહોંચશે.

રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે બોર્ડના વોર રૂમમાં જઈને પ્રયાગરાજ ક્ષેત્રથી દોડતી નિયમિત અને વિશેષ ટ્રેનોના સંચાલન સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવી. તેમણે પ્રયાગ ક્ષેત્રના તમામ સ્ટેશન અને સર્ક્યુલેટિન્ગ વિસ્તારમાં ઉપલબ્ધ યાત્રી સુવિધાઓના બધા સ્ટેશન મેનેજરોને કાર્યક્ષમ સંચાલન અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. અશ્વિની વૈષ્ણવે વોર રૂમમાં તેનાત અધિકારીઓને સૂચના આપી કે પ્રયાગરાજ વિસ્તારમાં લગાવેલા તમામ 1200 કેમેરાના ફીડને એક પછી એક ચેક કરતા રહો અને જરૂર મુજબ જરૂરી કાર્યવાહી કરે જેથી સંગમ સ્નાન માટે આવતા યાત્રીઓ ને પાછા જતા યાત્રીઓને કોઈ પ્રકારની પરેશાની ન ભોગવવી પડે.

મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાન પર તમામ અખાડાઓએ સંગમમાં ડૂબકી લગાવી. સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી 2 કરોડ 57 લાખ શ્રધ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી. જેમાં 10 લાખ કલ્પવાસી અને 2 કરોડ  47 લાખ શ્રધ્ધાળુઓએ પવિત્ર ત્રિવેણીમાં સ્નાન કર્યું. 13 જાન્યુઆરીથી લઈને 3 ફેબ્રુઆરીની રાતના 8 વાગ્યા સુધીમાં 37 કરોડ 44 લાખથી વધારે શ્રધ્ધાળુઓ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે.

મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજ જશે. આ દરમિયાન CM યોગી સંગમ નોઝ, અક્ષયવટ એવં હનુમાન હનુમાન મંદિરમાં દર્શન અને પૂજન કરશે. આ સિવાય CM યોગી ડિજિટલ મહાકુંભ એક્સપિરિયન્સ સેન્ટર સેક્ટર-3નું ભ્રમણ કરશે. આ બાદ CM યોગી ત્રિવેણી સંકુલમાં જશે. CM યોગી બપોરે 3.15 વાગ્યે લખનઉ રવાના થશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button