ગુજરાત

IPS અભય ચુડાસમાએ તેમના પદ પરથી આપ્યું રાજીનામુ ,નિવૃતિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે ,

ઉલ્લેખનિય છે કે, રાજીનામું આપ્યાં બાદ હવે હવે સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાંઓ છે. ઉલ્લેખનિય છે કે, IPS અભય ચૂડાસમા ઑક્ટોબર મહિનામાં નિવૃત્ત થઇ રહયાં હતા.

સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  રાજીનામું આપી દીધું છે.  નિવૃતિના  સમય પહેલા જ  અભય ચુડાસમાએ  રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનિય છે કે, રાજીનામું આપ્યાં બાદ હવે  હવે સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાંઓ છે. ઉલ્લેખનિય છે કે, IPS અભય ચૂડાસમા ઑક્ટોબર મહિનામાં નિવૃત્ત થઇ રહયાં હતા. તેઓ હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં  કાર્યરત હતા, તેઓ 1998 બેચ ના IPS અધિકારી છે.

અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે… અગાઉ અનેક સામાજિક કાર્યક્રમમાં અભય ચુડાસમા ઉપસ્થિત રહી ચૂક્યા છે… ત્ચારે હવે તેઓ સમાજ સેવાના કાર્યોમાં જોડાય તેવી પ્રબળ શક્યતા છે… જો કે તેઓ રાજનીતિમાં જોડાશે તેવી પણ અટકળો તેજ બની છે.. જો કે તેમને આ વાતનો છેદ ઉડાવ્યો હતો,,,

ઉલ્લેખનિય છે કે, સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં સસ્પેન્ડ કરાયેલા IPS અધિકારી અભય ચુડાસમાને ફરીથી પોસ્ટ કરવામાં આવ્યા હતા.. રાજ્ય સરકાર દ્વારા અભય ચુડાસમાની ગાંધીનગરમાં ડીજી તરીકે નિમણૂક કરવામાં પણ  આવી હતી.  વિજિલન્સ સ્કવોડના એસપી તરીકેની સેવા પણ બજવી ચૂક્યા છે.

ચુડાસમાની નકલી એન્કાઉન્ટર કેસમાં 28 એપ્રિલ 2010ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ચાર વર્ષની કાર્યવાહી બાદ 28 એપ્રિલ 2014ના રોજ મુંબઈની કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી હતી.અભય ચુડાસમા 6 મહિનાના જામીન બાદ અમદાવાદ પરત ફર્યા છે. તેઓ ત્રણ વર્ષ સુધી નડિયાદ (ગુજરાત)ની બિલોદરા જેલમાં કેદ હતા. આ પછી તે એક વર્ષ સુધી મુંબઈ સેન્ટ્રલ જેલમાં રહ્યાં હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button