ગુજરાત

ગુજરાતમાં પણ હવે બહુ પત્નીત્વ માન્ય નહીં રહે: લીવ ઇન રીલેશનશીપનું રજીસ્ટ્રેશન જરૂરી ,

રાજ્યમાં આદિવાસી સમાજના હિતોને પણ અસર ન થાય તેનું ધ્યાન રાજ્ય સરકાર રાખશે ,

ગુજરાતમાં લાગુ થવા જઇ રહેલા યુનિફોર્મ સીવીલ કોડમાં રાજ્ય સરકારે જે પાંચ સભ્યોની કમીટી નિમી છે તે અલગ અલગ પાંચ કાનુનો પર વિચારણા કરશે અને તેમાં ઉત્તરાખંડ મોડેલને અનુસરશે તેવા સંકેત છે. સરકારે આ કાનુનમાં ક્રિમીનલ કાયદાની માફક સિવિલ કાયદાની માફકમાં પણ સુધારાની તૈયારી કરી છે.

જેમાં પર્સનલ લો એટલે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિ જે મુસ્લિમ લો મુજબ થાય છે તે આ કાનૂન લાગુ કર્યા બાદ યુનિફોર્મ સીવીલ કોડ મુજબ થશે. આ જ રીતે છુટાછેડામાં પણ હવે હિન્દુઓને જે કાનૂન લાગું પડે છે તે ઇસાઇ, શિખ અને મુસ્લિમોને પણ લાગુ થશે. આમ પ્રથમ વખત ગુજરાતમાં કાનૂન ધર્મ નેચરલ બનશે.

રાજ્ય સરકારે જો કે જણાવ્યું હતું કે ગુજરાતમાં વસતા આદિવાસીઓ કે જેમાં આ કાનૂન અંગે પ્રશ્ર્ન છે તેની લાગણીઓને પણ ધ્યાનમાં રખાશે. જો કે આદિવાસી સમાજને આ કાનૂન લાગી પડશે કે કેમ તે અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોઇ સીધો જવાબ ટાળતા કહ્યું હતું કે આદિવાસી સમાજને નુકશાન ન જાય તેની પણ ચિંતા કરવામાં આવશે અને તેના હકક્નું રક્ષણ કરાશે.

ગુજરાતમાં પણ આ કાનૂન અમલમાં આવ્યા બાદ છ મહિનાની અંદર લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને લીવ-ઇન રીલેશનશીપનું પણ રજીસ્ટ્રેશન ફરજીયાત બનશે. તે જ રીતે પુત્ર અને પુત્રીને મિલ્કતોમાં પણ સમાન અધિકાર મળશે. તો મુસ્લિમોમાં જે બહુ પત્નીત્વ પર પણ પ્રતિબંધ આવી જશે અને 18 વર્ષની ઉંમર પૂર્વે લગ્ન કરાવી શકશે નહીં તેમજ સમગ્ર મિલ્કતના વસીયતની પણ છુટ અપાશે આમ આ કાનૂન ક્રાંતિકારી બની રહેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button