રાજ્યમાં બોગસ ડોક્ટર્સ સામે સરકાર કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી રહી છે. રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં સુધારા બિલ રજૂ કરશે.
રાજ્ય સરકાર દ્વારા બોગસ ડોક્ટરો સામે કડક જોગવાઈ કરવામાં આવશે. ક્લિનિકલક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આ કાયદામાં કડક જોગવાઈ કરવાનું નક્કી કરવામં આવશે

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બોગસ ડોક્ટરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ત્યારે આવા બોગસ ડોક્ટરો સામે કાયદેસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. ત્યારે આગામી સમયમાં બોગસ ડોક્ટરથી લોકોને છેતરાતા અટકાવવા માટે રાજ્ય સરકાર સુધારા બિલ લાવશે. જે બિલ આગામી સમયમાં વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે.
આ સુધારા બિલમાં રાજ્ય સરકાર દ્વારા બોગસ ડોક્ટરો સામે કડક જોગવાઈ કરવામાં આવશે. ક્લિનિકલક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ આ કાયદામાં કડક જોગવાઈ કરવાનું નક્કી કરવામં આવશે. તેમજ રજીસ્ટ્રેશન માટે મુદ્દત વધારવા વિચાર કરવામાં આવશે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ 14 હજાર હોસ્પિટલ-ક્લિનિકનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે.
તેમજ આગામી 12 માર્ચ સુધીમાં હોસ્પિટલ અને ક્લિનિકને રજિસ્ટ્રેશન માટે સૂચના આપવામાં આવી છે. તેમજ રજિસ્ટ્રેશન સિસ્ટમથી બોગસ ડોક્ટરને રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમજ સર્ટિફિકેટ નહી મેળવે તો પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડો. રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં નથી મૂકી દીધા છે, સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અત્યારસુધીમાં ડો. રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે. આ કેસમાં ડો. રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે.
1200 નકલી સર્ટિફિકેટના આ વેપારી ડો. રસેશની કરમકુંડળી સહિત કુલ કુલ 14 લોકોની ધરપકડ પોલીસ કરી છે. રસેશ જેમને ડિગ્રી આપતા હતા તેમને જ બ્લેકમેલ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ 70 હજારમાં ડો. રસેશ ડોક્ટરની ડિગ્રી વેચતો હતો. અને અત્યાર સુધીમાં 1200 લોકોને નકલી ડીગ્રી આપી હોવાનું સામે આવ્યું છે. જ્યારે દર વર્ષે રિન્યુ માટે પાંચ હજાર લેતા હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.
બોગસ ડોક્ટર સુરેશજી ઠાકોર દ્વારા ફરિયાદીને દત્તક બાળક આપીને છેંતરપિંડી કરી હતી. તેમજ બોગસ ડોક્ટરે ફરિયાદીને બાળક દત્તક આપ્યું હતું. તેમજ બાળક આપ્યા બાદ કોઈ પણ દસ્તાવેજી પુરાવા ન આપ્યા હતા. દસ્તાવેજી પુરાવા ન આપતા અરજદારે બાળક પરત સોંપ્યું હતું. તેમજ બાળકને પરત સોંપ્યા બાદ બોગસ તબીબ દ્વારા પૈસા પરત ન કરી છેંતરપીંડી આચરી હોવાનું ફરિયાદીને માલુમ પડતા ફરિયાદી દ્વારા પાટણ બી ડીવીઝન પોલીસ મથકે બોગસ ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.