ધર્મ-જ્યોતિષ
આજ નું રાશિફળ – Today’s Rashifal – 8 February 2025 ,
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
08 02 2025-શનિવાર, માસ-મહા, પક્ષ-સુદ, તિથિ-અગિયારસ, નક્ષત્ર-મૃગશીર્ષ, યોગ-વૈધૃતિ, કરણ-વિષ્ટિ ભદ્રા, રાશિ-મિથુન (ક.છ.ઘ.) ,

મેષ
અ , લ , ઇ
આજે નાણાકીય લેવડ-દેવડ સાવધાનીથી કરો. કોઇને ઉધાર પૈસા આપવાથી બચો નહીં તો પરત મળવાની સંભાવના ઓછી છે. બિઝનેસમાં વરિષ્ઠ સભ્યોની મદદથી કોઇ નિર્ણય લેવો યોગ્ય રહેશે. આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.

વૃષભ
ડ, હ
આજે દિવસ દરમિયાન આળસ રહેશે, તેમ છતાં તમારાં કામ પર ધ્યાન આપવાનું યથાવત રાખો નહીં તો પરેશાની આવી શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી માનસિક શાંતિ મળશે. કોઇ અનુભવી વ્યક્તિ પાસેથી વ્યાવસાયિક સલાહ લઇ શકો છો. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. પહેલી રોટલી ગાય માતાને ખવડાવો

મિથુન
બ, વ, ઉ, એ
આજે વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે. ભાગ્યવૃદ્ધિનો યોગ. નોકરી સંબંધિત કામના કારણે તમારે વિદેશ પ્રવાસ પર જવું પડી શકે છે. પત્ની અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે

કર્ક
ક, છ, ઘ, હ
આજે રોકાણ સંબંધિત યોજનાઓ બનાવવામાં વ્યસ્ત રહેશો. વેપારી વર્ગને મોટો ઓર્ડર મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે. કોઇ મિત્રના સ્વાસ્થ્યને લગતી ચિંતા રહી શકે ચે. ખર્ચ પર નિયંત્રણ રાખો. આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે. સંકટનાશક ગણેશ સ્તોત્રનો દરરોજ પાઠ કરો.

સિંહ
મ, ટ
કરિયરની દ્રષ્ટીએ આજે દિવસ ઉત્તમ રહેશે, આજે એકથી વધુ સ્ત્રોતથી ધન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. પરિવારના સભ્યોની સલાહથી કોઇ નવું કામ શરૂ કરી શકો છો. આજે અચાનક તમારી સામે કેટલાંક ખર્ચ આવી શકે છે. આજે ભાગ્ય 91 ટકા તમારાં પક્ષમાં રહેશે. દરરોજ રાત્રે અંતિમ રોટલી કાળા શ્વાનને ખવડાવો

કન્યા
પ, ઠ, ણ, ટ
આજે કાર્યક્ષેત્રમાં કેટલીક અડચણોના કારણે ચિંતિત રહેશો. કામની વ્યસ્તતાની વચ્ચે પરિવારના સભ્યો પણ નારાજ થઇ શકે છે. આ દરમિયાન વરિષ્ઠોના હસ્તક્ષેપથી સ્થિતિ અનુકૂળ બનાવી શકશો. આજે ભાગ્ય 66 ટકા તમારાં પક્ષમાં રહેશે. ભગવાન સૂર્ય નારાયણને તાંબાના લોટાથી અર્ધ્ય આપો.

તુલા
ન, ય
આજે પ્રોપર્ટી પ્રાપ્ત કરવા માટે દિવસ ઉત્તમ છે. સંબંધીઓ તરફથી કોઇ શુભ સમાચાર મળી શકે છે. તમારાં વધતા ખર્ચ પર કાપ મુકો નહીં તો બજેટ ખોરવાઇ શકે છે. મિત્રો સાથે બહાર ફરવાનું પ્લાનિંગ હોય તો વાહન સાવધાનીપૂર્વક ચલાવો. આજે ભાગ્ય 97 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગણપતિને દુર્વા ચઢાવો.

વૃશ્ચિક
ર, ત
વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે, વાતચીતમાં સંયમીત રહો. વસ્ત્રો અને આભુષણો તરફ તમારુ વલણ વધશે. -નોકરીમાં અધિકારીઓની મદદ મળશે, વિકાસનો માર્ગ ખુલશે. મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે. વેપારમાં આજે સાવધાનીથી ચાલવું .

ધન
ય, ધ, ફ, ભ
આજે કોઈ વિરોધી અથવા શત્રુ કોઈ ઘટના સર્જી શકે છે જેના કારણે શારીરિક ઈજા થઈ શકે છે. તેથી આજે તમારે ખૂબ જ સતર્ક અને સાવચેત રહેવું પડશે. કાર્યક્ષેત્રમાં વધુ પડતી દોડધામને કારણે તમે થાક અને પરેશાન અનુભવશો

મકર
ભ, જ, ખ, ગ
આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓનો યોગ. નાણાંકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ખાનપાનમાં સંયમ રાખવું. ઉચ્ચસ્તરીય સન્માન પ્રાપ્તિનો યોગ. પ્રતિષ્ઠા ઉપલબ્ધિ વિશેષ ચિંતન સંબંધી વિશેષ યોગ. આવકના સાધનોમાં વિસ્તાર માટે ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ.

કુંભ
ગ, સ, શ, ષ, દ
ધન સંચય કરવા માટે વ્યાપારિક યોજનાઓ બનશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ. અચાનક ધન પ્રાપ્તિના કર્મક્ષેત્ર સંબંધી વિશિષ્ટ પરિવર્તનકારી યોજનાઓમાં ભાગ્યવૃદ્ધિનો યોગ. ધર્મ સંબંધી કાર્યોમાં રુચિ અને યાત્રાનો યોગ.

મીન
દ, ચ, ઝ, થ
કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે.
Poll not found