શેરબજારની શરૂઆત નબળી રહી. સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૧૮૮ પર ખુલ્યો. જ્યારે, નિફ્ટીએ આજના કારોબારની શરૂઆત 23050 ના સ્તરે 21 પોઈન્ટની નબળાઈ સાથે કરી હતી.
GIFT નિફ્ટી 23,180 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આ નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 27 પોઈન્ટનો પ્રીમિયમ છે, જે ભારતીય શેરબજાર માટે સકારાત્મક શરૂઆત સૂચવે છે.

શેર બજારમાં ગાબડું અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. મંગળવારે ભારે ઘટાડા બાદ, આજે એટલે કે બુધવારે પણ સ્થાનિક શેરબજારની શરૂઆત નબળી રહી. સેન્સેક્સ ૧૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૧૮૮ પર ખુલ્યો. જ્યારે, નિફ્ટીએ આજના કારોબારની શરૂઆત 23050 ના સ્તરે 21 પોઈન્ટની નબળાઈ સાથે કરી હતી.
મંગળવારે ભારતીય શેરબજાર તૂટી પડ્યું, બંને બેન્ચમાર્ક સૂચકાંકો 1 ટકાથી વધુ ઘટ્યા. સેન્સેક્સ ૧,૦૧૮.૨૦ પોઈન્ટ અથવા ૧.૩૨ ટકા ઘટીને ૭૬,૨૯૩.૬૦ પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ ૩૦૯.૮૦ પોઈન્ટ અથવા ૧.૩૨ ટકા ઘટીને ૨૩,૦૭૧.૮૦ પર બંધ થયો હતો.
આજે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. જાપાનના નિક્કી 225 માં 0.71 ટકાનો વધારો થયો, જ્યારે ટોપિક્સમાં 0.22 ટકાનો વધારો થયો. દક્ષિણ કોરિયાના કોસ્પી 0.21 ટકા અને કોસ્ડેક 0.36 ટકા ઘટ્યા હતા. હોંગકોંગના હેંગ સેંગ ઇન્ડેક્સ ફ્યુચર્સ મજબૂત ખુલવાનો સંકેત આપે છે.
GIFT નિફ્ટી 23,180 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આ નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 27 પોઈન્ટનો પ્રીમિયમ છે, જે ભારતીય શેરબજાર માટે સકારાત્મક શરૂઆત સૂચવે છે.
યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલની તાજેતરની ટિપ્પણી બાદ મંગળવારે યુએસ શેરબજાર મિશ્ર બંધ થયું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.28 ટકા વધીને 44,593.65 પર પહોંચ્યો, જ્યારે S&P 500 0.03 ટકા વધીને 6,068.50 પર પહોંચ્યો. નાસ્ડેક 0.36 ટકા ઘટીને 19,643.86 પર બંધ થયો.