અત્યારે ચૂંટણી થાય તો NDA ને 300 થી વધુ બેઠક મળે: વડાપ્રધાન તરીકે મોદીને 51 ટકાનું સમર્થન .
‘મૂડ ઓફ ધ નેશન’ સર્વેમાં ખુલાસો: રાહુલ ગાંધીને 24.9 ટકા તથા મમતા બેનર્જીને 4.8 ટકા સમર્થન ,

દેશના આગામી વડાપ્રધાન કોણ હોઈ શકે? કોણ છે એ પદના દાવેદાર?? ભારતની જનતા તેના આગામી પ્રધાનમંત્રી તરીકે કોણે જોવા માંગે છે તે માટે સી વોટરે 25 હજારથી વધુ લોકોમાં આ સર્વે કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. ત્યારે એક પ્રશ્ર્નએ થાય કે જો આજે દેશમાં લોકસભાની ચૂંટણીઓ થાય તો જનતા આગામી પ્રધાનમંત્રી તરીકે કોને જોવા માંગશે? સી વોટરે એક સર્વે હાથ ધર્યો હતો અને તેમાં પ્રધાનમંત્રી તરીકે લોકોએ નરેન્દ્ર મોદી ઉપરાંત રાહુલ ગાંધી, અમિત શાહ અને મમતા બેનર્જીના નામ પર પસંદગી કરી છે.
ઈન્ડિયા ટુડેએ સી વોટર સાથે મળીને મૂડ ઓફ ધ નેશન સર્વે કર્યો હતો. જે મુજબ જો આજે દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાય તો લોકો નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે. આ સર્વેમાં 51.2% લોકો નરેન્દ્ર મોદી, 24.9 % લોકો રાહુલ ગાંધી તો 4.8% લોકો મમતા બેનરજીને પણ પ્રધાનમંત્રી તરીકે જોવા માંગે છે.
આ સર્વેમાં ગૃહમંત્રી અમિત શાહ 2.1% મત સાથે ચોથા નંબરે છે અને સૌથી છેલ્લે 1.2% મત સાથે અરવિંદ કેજરીવાલનું નામ આવે છે. આ સર્વે પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે લોકો ગઉઅને સંપૂર્ણ સમર્થન આપી રહી છે. જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો ગઉઅ સરકાર સંપૂર્ણ બહુમતી સાથે રચાઈ શકે છે.
ઇન્ડિયા ટુડે અને સી વોટરનો આ મૂડ ઓફ ધ નેશન સર્વે 2 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી 2025 વચ્ચે યોજાયો હતો. જેમાં લગભગ 54418 લોકોએ ભાગ લીધો હતો. આ રિપોર્ટ 25 હજારથી વધુ લોકોના જવાબોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. ગયા વર્ષે યોજાયેલી સામાન્ય ચૂંટણીઓની વાત કરીએ તો 2024ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 240 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 99 બેઠકો જીતી હતી. અત્યારે ચુંટણી થાય તો એનડીએને 300 થી વધુ બેઠકો મળી શકે.જયારે કોંગ્રેસની બેઠક સંખ્યામાં ઘટાડો થાય તેમ છે.