ગુજરાત

અમદાવાદમાં બનાવટી આધાર કેન્દ્ર ચાઈનીઝ ગેંગને બેંક ખાતા આપતી બિશ્નોઈ ગેંગ ઝબ્બે ,

ચાંદખેડામાંથી સુરેશ સહિત નવ શખ્સોની ધરપકડ : બેંકોએ કંઈ રીતે ખાતા ખોલી દીધા? સાઈબર ક્રાઈમમાં ઉપયોગ : પાસબુક, પિસ્તોલ, જુદા - જુદા કાર્ડ જપ્ત : 21 રાજયો સાથે કનેકશન

ચાઈનીઝ સાયબર માફિયા દેશવાસીઓને રોજે રોજે કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે ત્યારે આ સાયબર માફિયાને લોકલ બેંક એકાઉન્ટસ સપ્લાય કરતી રાજસ્થાનની બિશ્નોઈ ગેંગના 11 સાગરીતને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે.

આ ગેંગ રાજસ્થાનથી માણસોને અમદાવાદના ચાંદખેડામાં લાવીને તેમના આધારકાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવી દેતા હતા અને તેના આધારે બેંક એકાઉન્ટસ ખોલાવી તે ચાઈનીઝ માફિયાને સાયબર ફ્રોડના ટ્રાન્જેક્શન માટે આપતા હતા.

દેશના 21 રાજ્યમાં આ ગેંગ દ્વારા એકાઉન્ટસ ખોલાવાયા હતા અને આ એકાઉન્ટસમાં ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની 109 ફરિયાદ દેશભરમાં નોંધાઇ છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચના ડીસીપી ડો. લવિના સિંહા અને એસીપી હાર્દિક માંકડિયાની ટીમને બાતમી મળી હતી કે કોલ સેન્ટર હબ બની રહેલા ચાંદખેડાના એક મકાનમાં બોગસ આધારકાર્ડના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી તે ચાઈનીઝ માફિયાને પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે.

પોલીસે ચાંદખેડામાં આવેલી પાર્શ્વ રેસિડેન્સીમાં દરોડા પાડીને મકાનમાંથી સુરેશ બિશ્નોઈ સહિત 9 લોકોને ઝડપી લીધા હતા. પોલીસે સુરેશની પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તેઓ લાંબા સમયથી ચાંદખેડામાં મકાન ભાડે રાખીને રહે છે.

તેઓ રાજસ્થાનથી મિત્રો અને જરૂરિયાતમંદ સ્વજનોને અમદાવાદ બોલાવતા હતા. ત્યાર બાદ તેના આધાર કાર્ડમાં નામ અને ફોટા યથાવત્ રાખી એડ્રેસ અમદાવાદનું કે ગુજરાતના જુદા જુદા વિસ્તારનું કરાવી દેતા હતા.

આધાર કાર્ડને આધારે તેઓ જે-તે બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા. આ બેંક એકાઉન્ટની કીટ સુરેશ બિશ્નોઈ લઈ લેતો હતો અને તે આ કિટ જોધપુરના સુનિલ ધિરાણીને પહોંચાડતો હતો.

સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે જ્યારે ચાંદખેડામાં દરોડા પાડયા ત્યારે ઝડપાયેલા આરોપીએ પૈકી રાકેશ બિશ્નોઇ પાસેથી પોલીસને એક પિસ્ટલ અને સાત જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

આ પિસ્ટલ અને કારતૂસ તેઓ રાજસ્તાનના એક વ્યક્તિને પહોંચાડવાના હતા. તેઓ અગાઉ પણ મધ્ય પ્રદેશના ખરગોનથી ત્રણ વખત હથિયાર લાવ્યા હતા અને ચોક્કસ વ્યકિતને પહોંચાડયા હતા. આ દિશામાં પણ પોલીસે તપાસ આદરી છે. જેમાં ઘણી વિગતો સામે આવે તેવી સંભાવના છે.

જો કોઇ નાગરિકને બેંક એકાઉન્ટ ખોલાવવું હોય તો બેંકના કર્મચારીઓ દ્વારા તેની પાસે જાતજાતના પુરાવા માગવામાં આવતા હોય છે. ત્યારે માત્ર બોગસ આધાર કાર્ડને આધારે બેંકમાં કેવી રીતે ત્વરિત એકાઉન્ટ ખૂલી ગયા તેની પણ પોલીસ તપાસ કરશે.

જોકે, કોઇ બેંક કર્મચારીની સંડોવણી અંગે પણ તપાસ કરવામાં આવશે. અત્યાર સુધી કેટલા એકાઉન્ટ સપ્લાય કરાયા અને કેટલા એકાઉન્ટ ઓપન કરાયા તેની તપાસ ચાલી રહી છે.

એચડીએફસી-3, ઇન્ડિયન ઓવરસીસ-4, બેંકઓફ બરોડા-2, રાજસ્થાન મરૂધર ગ્રામીણબેંક-1

યસબેંક-5, ફિનો બેંક-4, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક-4, એક્સિસ બેંક-4, કોટક મહિદ્રા બેંક-4, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા-2, કેનરા બેંક-3, સિટી યુનિયન બેંક-2, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા-4, આઇડીએફસી બેંક-2, એચડીએફસીબેંક-2, ફેડરલ બેંક-2, ઇન્ડિયન ઓવરસીસ બેંક-1, સૂર્યોદય બેંક-1, ઇન્ડસઇન્ડ બેંક-1, DCB બેંક-2)

પાન કાર્ડ.   12

આધાર કાર્ડ કુલ.    10

(પાંચ ડુપ્લિકેટ)

સીમકાર્ડ.      15

રિલાયન્સ જીયો-4, વીઆઇ-2, બીએસએનલ-1)

ચેકબુક.        21

યસબેંક -4, કોટક મહિદ્રા-2, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક-3, એક્સિસ બેંક-3, એચડીએફસી બેંક-3, આઇડીએફસી બેંક-2, કેનરા બેંક-1, ઇન્ડસઇન્ડ બેંક-1, ઇન્ડિયન ઓવરસીસ બેંક-1, રાજસ્થાન મરુધર ગ્રામીણ બેંક-1)

ભાડા કરારની નકલ.     1

પિસ્ટલ.       1

જીવતા કારતૂસ.       7

બેંક એકાઉન્ટસ પ્રોવાઇડ કરતી ગેંગના ત્રણ માસ્ટર માઇન્ડ ચાઇનીઝ ગેંગના સંપર્કમાં હતા. આ પૈકી કુલદિપ બિશ્નોઈને પોલીસે ઝડપી લીધો છે. જ્યારે અભિષેક અને સુનિલ ધિરાણીને ઝડપી લેવા પોલીસે કવાયત શરૂ કરી છે. સુનિલ અને અભિષેકના ઝડપાયા બાદ વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે.

(ચાંદખેડામાથી ઝડપાયા)

સુરેશ જગદીશ બિશ્નોઇ

(ઉ.વ 19, ખિલેરિયો રાની ગામ, જોધપુર, રાજસ્થાન)

2) અનિલ ઉગ્રસેન બિશ્નોઇ

(ઉવ. 20, રહે. જજેવાલ ગામ, બીકાનેર, રાજસ્થાન)

3) કૈલાશ ખમોરામ બિશ્નોઇ

(ઉવ. 43, હાણિયા ગામ, જોધપુર, રાજસ્થાન)

4) હુકમારામ ભગવાનારામ બિશ્નોઇ (ઉવ. 19, ભજનનગર, જોધપુર, રાજસ્થાન)

5) મનિષ હજારીરામ બિશ્નોઇ (ઉ.વ. લોહાવટ, ફલોદી, રાજસ્થાન)

6) વિકાસ પુનારામ બિશ્નોઇ (ઉવ. 18, ચંદ્રનગર, રાજસ્થાન)

7) રાકેશ સુખરામ બિશ્નોઇ (ઉ.વ 22, ખીસકોઢી, જોધપુર, રાજસ્થાન)

8) મનકુલ સહીરામ બિશ્નોઇ

(ઉવ. 25, રહે. બાંસવાડા, જોધપુર, રાજસ્થાન)

9 ) રાકેશ સહીરામ બિશ્નોઇ

(ઉવ. 22, રહે. બાંસવાડા, જોધપુરા, રાજસ્થાન)

રાજસ્થાનથી ઝડપાયા

10) લલીતકુમાર શંકરલાલ બિશ્નોઇ (ઉવ. 26, રહે. ઇન્દ્રકોલોની, બિકાનેર, રાજસ્થાન)

11) કુલદીપ હનુમાનરામ કિચર (રાજસ્થાન)

News Click 24

Poll not found

Related Articles

Back to top button