આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, રાજ્યમાં 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા ,
CBSE 10મી, 12મી બોર્ડની પરીક્ષા 2025માં બેસવા જઈ રહેલા તમામ સ્ટૂડન્ટસ તેમના સ્કૂલ યુનિફોર્મમાં જવાનું રહેશે. જો કે, CBSE ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ યુનિફોર્મ વગર જઈ શકશે.

આજથી CBSE Board Examની એક્ઝામનો પ્રારંભ થયો છે. આજે ધોરણ 10 અને 12ના સીબીએસઇના વિદ્યાર્થીનું પ્રથમ પેપર છે. રાજ્યની 680 સ્કૂલોના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે,અમદાવાદના 21 કેન્દ્રમાં 14 હજાર 281 વિદ્યાર્થી પરિક્ષા આપશે,. CBSE બોર્ડે પરિક્ષામાં ગેરરિતી ન સર્જાય તે માટે કરી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 240 વિદ્યાર્થી દીઠ એક CCTV મોનિટરિંગ ઓફિસરને મૂકવામાં આવ્યાં છે.
પરીક્ષા સવારે 10.30 કલાકે શરૂ થશે. આ વર્ષે 42 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ દેશભરના 7,842 પરીક્ષા કેન્દ્રો અને 26 દેશોમાં યોજાશે. ધોરણ 12 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી 4 એપ્રિલ સુધી અને ધોરણ 10 ની પરીક્ષા 15 ફેબ્રુઆરી થી 18 માર્ચ દરમિયાન લેવામાં આવશે.
CBSE 10મી, 12મી બોર્ડની પરીક્ષા 2025માં બેસવા જઈ રહેલા તમામ સ્ટૂડન્ટસ તેમના સ્કૂલ યુનિફોર્મમાં જવાનું રહેશે. જો કે, CBSE ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ યુનિફોર્મ વગર જઈ શકશે. નિયમિત અને ખાનગી વિદ્યાર્થીઓ માટે CBSE એડમિટ કાર્ડ બોર્ડના પરિક્ષા સંગમ પોર્ટલ પર ઉપલબ્ધ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નિયમિત વિદ્યાર્થીઓએ તેમની શાળામાંથી પ્રવેશ કાર્ડ એકત્ર કર્યા હશે, જ્યારે ખાનગી વિદ્યાર્થીઓ બોર્ડની સાઇટ પરથી તેમના પ્રવેશ કાર્ડને સીધા જ ડાઉનલોડ કરી શકે છે.
બોર્ડની પરીક્ષામાં બેસવા માટે, વિદ્યાર્થીઓએ શાળા ID, પેન-પેન્સિલ અને પાણીની બોટલ સાથે CBSE એડમિટ કાર્ડ 2025 સાથે રાખવાનું રહેશે. વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઇ જઇ શકશે નહીં, મોબાઇલ ફોન, કેલ્ક્યુલેટર, સ્માર્ટ ઘડિયાળ, ઇયરફોન હોય. પરીક્ષા ખંડમાં તમે વોલેટ, ગોગલ્સ, પર્સ કે હેન્ડબેગ લઈ જઈ શકશો નહીં. વિદ્યાર્થીઓ ચોકલેટ કે ટોફી સહિત કોઈપણ પ્રકારની ખાદ્ય સામગ્રી પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે નહીં.
આ વર્ષે, 8000 શાળાઓના 44 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની 10મી, 12મીની પરીક્ષા આપી રહ્યાં છે. બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી અને ગેરરીતિ અટકાવવા માટે બોર્ડ દ્વારા CCTV દ્વારા વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવશે.