BSNL એ 17 વર્ષ બાદ પ્રથમ વખત નફો કર્યો મોદી સરકારના પ્રયાસોને સફળતા : જયોતિરાદીત્ય સિંધિયાની જાહેરાત
બીએસએનએલ તેની સેવા ક્ષમતામાં મોટો વધારો કર્યો તેની આવક 14થી18% વધી છે. જેમાં તેના સસ્તા મોબાઈલ ટેરીફને યશ જાય છે

એક સમયે દેશની સૌથી મોટી ટેલીકોમ- સંદેશાવ્યવહાર સરકારી સાહસ તરીકે સ્થાન મેળવનાર ભારત સંચાર નિગમ લી. (બીએસએનએલ) એ 17 વર્ષ બાદ નફાની ઘંટડી વગાડી છે.
મોદી સરકારે આ એક સમયના જાયન્ટ સરકારી સાહસને માંદગીમાંથી બહાર લાવવા માટે જે ખાસ મીશન હાથ ધર્યુ હતું અને રૂા.3.22 લાખ કરોડ રૂપિયા વધુ આ સાહસમાં રોકીને તેને શક્તિમાન કરવા પ્રયાસ કર્યા તે સફળ થયા છે અને 17 વર્ષ બાદ પ્રથમ વખત બીએસએનએલએ તેના ડિસેમ્બર કવાટરમાં રૂા.262 કરોડનો નફો દર્શાવ્યો છે.
કેન્દ્રીય સંદેશાવ્યવહાર મંત્રી શ્રી જયોતિરાદીત્ય સિંધીયાએ આ એક ટર્નીંગ પોઈન્ટ ગણાવતા ઉમેર્યુ કે, જે રીતે આ સરકારી સાહસમાં કર્મચારીઓની વિશાળ ફોર્જન સ્વેચ્છીક નિવૃતિ આપી, અન્ય ખર્ચમાં ઘટાડો કર્યો અને બીએસએનએલની સેવા ફરી એક વખત લોકો સ્વીકારે સક્ષમ બનાવી તેના કારણે આ જાહેર સાહસ હવે નફો કરતુ થયુ છે.
બીએસએનએલ તેની સેવા ક્ષમતામાં મોટો વધારો કર્યો તેની આવક 14થી18% વધી છે. જેમાં તેના સસ્તા મોબાઈલ ટેરીફને યશ જાય છે. આ ઉપરાંત તેની ફાયબર-ટુ હોમ અને તેની ઓપ્ટીકલ કેબલ સેવાને લીઝ પર આવીને કમાણી કરી છે. ઉપરાંત તેણે દેવા ઘટાડીને તથા અન્ય ખર્ચમાં કાપ મુકીને રૂા.1800 કરોડની રકમ બચાવી છે.
હવે ભારત સેવા નિગમ લી. તેની ફોર-જી સેવાને વિસ્તારશે. 1 લાખ નવા ટાવર ઉભા કરવાના આયોજનમાં 75000 સ્થાપી દીધા છે અને 60000 કામ પણ કરવા લાગ્યા છે. સિંધિયાએ કહ્યું કે વર્ષના અંતે તમામ ટાવર કામ કરવા લાગશે. આમ ટેલીકોમમાં તે ભવિષ્યમાં નવી સ્પર્ધા ઉભી કરશે.