મહારાષ્ટ્ર

મુખ્યમંત્રી ફડનવીસે કમીટીની રચના કરી : લવજેહાદની એક લાખથી વધુ ફરિયાદો મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

ગુજરાત સહિત યુપી, ઝારખંડ, એમપી, આસામ વગેરે રાજયોમાં આ કાયદો લાગુ ,

લવ જેહાદ અને છેતરપિંડી કરીને કે પછી જબરદસ્તીથી ધર્મ પરિવર્તન રોકવા મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર કાયદો બનાવવાની તૈયારીમાં છે. આ બારામાં મહારાષ્ટ્રના પોલીસ મહા નિર્દેશકની અધ્યક્ષતામાં 7 સભ્યોની એક ખાસ સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમીતી અત્યાર સુધી મળેલી ફરિયાદોનું સમાધાન કરવા, અન્ય રાજયોના કાયદાનો અભ્યાસ કરશો.

મહારાષ્ટ્રના પોલીસ મહા નિર્દેશકની અધ્યક્ષતામાં રચાયેલી સમીતીમાં વધારાના મુખ્ય સચિવ, પ્રધાન સચિવ, સચિવ મહિલા અને બાલ વિકાસ વિભાગ, લઘુમતી વિભાગ, સચિવ સામાજીક ન્યાય અને વિશેષ સહાયતા વિભાગ વગેરેને સભ્ય બનાવાયા છે.

ગૃહ વિભાગના સહ સચિવ, ઉપસચિવ સભ્ય સચિવ અને સહ સચિવ, ઉપ સચિવ (કાયદો) સભ્ય બનાવાયા છે. આ સમિતિ મહારાષ્ટ્રમાં વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરીને લવ જેહાદ, છેતરપીંડી અને બળજબરીથી ધર્મ પરિવર્તનના સંબંધમાં મળેલી ફરિયાદોથી સમાધાન કરશે. સાથે સાથે કાનૂની પાસાઓની તપાસ કરીને અને અન્ય રાજયોમાં મોજૂદ કાયદાઓનો અભ્યાસ કરી કાયદા અનુરૂપ ભલામણ કરશે.

લવ જેહાદ મામલે પહેલા ઉતરપ્રદેશમાં કાયદો બનાવાયો હતો. ત્યાં દોષી વ્યક્તિને 20 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઉતરાખંડ અને આસામમાં પણ લવ જેહાદ વિરુદ્ધ કાયદો બની ચૂકયો છે.

ઓકટોબર 2024માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અને હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે દાવો કર્યો હતો કે લવ જેહાદની એક લાખથી વધુ ફરિયાદો મળી છે.

આ ફરિયાદોમાં હિન્દુ મહિલાઓને ખોટી ઓળખનો ઉપયોગ કરી પુરુષો દ્વારા લગ્ન માટે ધમકી અપાઈ હતી. આ કોઈ પ્રેમ કૃત્ય નહીં પણ સમજી વિચારીને કરવામાં આવેલી લવ જેહાદ છે. આ આપણા ધર્મની મહિલાઓને દગો દેવા અને તેમને બગાડવાની એક પદ્ધતિ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button