ગુજરાત કોંગ્રેસે સંગઠનમાં ફેરફાર ; ભરતસિંહ – દિપક બાબરીયાને હટાવાયા : ગુજરાતમાં વાશ્નિક યથાવત ,
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધીની નજીકના નેતાઓને નવા માળખામાં સ્થાન આપવામાં આવ્યુ છે. ગુજરાતના ભરતસિંહ સોલંકી જમ્મુ-કાશ્મીરના ઈન્ચાર્જ હતા

એક પછી એક ચૂંટણી હારનો સામનો કરતા કોંગ્રેસે સંગઠનમાં બદલાવ કર્યો છે. નવ રાજયોના ઈન્ચાર્જ બદલાવીને 6 નેતાઓને પદમુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના ભરતસિંહ સોલંકી તથા દિપક બાબરીયાનો સમાવેશ થાય છે. ગુજરાતના પ્રભારી તરીકે મુકુલ વાશ્ર્નીકને યથાવત રાખવામાં આવ્યા છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધીની નજીકના નેતાઓને નવા માળખામાં સ્થાન આપવામાં આવ્યુ છે. ગુજરાતના ભરતસિંહ સોલંકી જમ્મુ-કાશ્મીરના ઈન્ચાર્જ હતા. તેઓને હટાવીને ડો. સૈયદ નસીર હુસૈનને મુકવામાં આવ્યા છે. પંજાબમાં દેવેન્દ્રય યાદવને હટાવીને છતીસગઢના પુર્વ મુખ્યમંત્રી ભુપેશ બધેલને જવાબદારી સોંપવામાં આવી છે.
આ સિવાય હરિયાણાનો હવાલો ધરાવતા દિપક બાબરીયાને હટાવીને બી.કે.હરિપ્રસાદને મુકવામાં આવ્યા છે. નવી નિમણુકોમાં હિમાચલ પ્રદેશ તથા ચંદીગઢના ઈન્ચાર્જ તરીકે શ્રીમતી રજની પાટીલ, મધ્યપ્રદેશમાં હરિશ ચૌધરી, તામીલનાડુ-પુડુચેરીમાં ગીરીશ છોડાંકર, ઓડિશામાં અજયકુમાર લાલુ, ઝારખંડમાં કે.રાજુ, તેલંગાણામાં મિનાક્ષી નટરાજન, મણીપુર-ત્રિપુરા-સિકકીમ-નાગાલેન્ડમાં એસ.એસ.ઉલાકા તથા બિહારમાં ક્રિશ્ના અલાવરૂને જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસે ગત કારોબારી બેઠકમાં જ સંગઠન માળખામાં ટોપ-ટુ-બોટમ ફેરફાર કરવાનું જાહેર કર્યુ હતુ અને તેના ભાગરૂપે આ બદલાવ કરાયા છે.