ગુજરાત

સલાયા નપામાં વોર્ડ-1માં AAPના 4 ઉમેદવારનો વિજય , 16 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. નોંધનીય છે કે 16 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું.

જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને ત્રણ 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે. ચોરવાડ પાલિકામાં રેકોર્ડ બ્રેક 76 ટકા મતદાન થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોમાં નીરસતા જોવા મળી હતી. અંદાજે 40 ટકાથી વધુ મતદાન થયું હતું.

તે સિવાય ચાણસ્મા વોર્ડ નંબર-1માં કોંગ્રેસની પેનલનો વિજય થયો હતો. હળવદના વોર્ડ નંબર-1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો હતો. કોડીનાર વોર્ડ નંબર-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. કોડીનારમાં 28 બેઠક પૈકી અત્યાર સુધીમાં ભાજપના ફાળે 4 બેઠક આવી છે.

ગાંધીનગર તાલુકા પંચાયતની અડાલજ બેઠક પર ભાજપની જીત થઇ હતી. જસદણ વોર્ડ નંબર-1માં કોંગ્રેસનું ખાતુ ખુલ્યું હતું. જસદણ વોર્ડ નંબર-1માં કોંગ્રેસના 2 અને ભાજપના 2 ઉમેદવાર જીત્યા હતા. સુરત વોર્ડ નંબર 18ની પેટાચૂંટણીમાં ભાજપની જીત થઇ હતી. બિલીમોરા નગરપાલિકામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. કરજણ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. વધુ એક નગરપાલિકામાં ભાજપનું શાસન આવે તેવી વધુ શક્યતા જણાઇ રહી છે.  વાંકાનેર નગરપાલિકામાં ભાજપની સત્તા નક્કી થઇ ગઇ છે. 11 બેઠક બિનહરીફ બાદ ભાજપે વાંકાનેરમાં વધુ ચાર બેઠકો મેળવી હતી. 28 બેઠકવાળી વાંકાનેર નપામાં ભાજપને 15 બેઠક મળી હતી. રાપર નપાના વોર્ડ નંબર-1માં, હારીજ નગરપાલિકામાં વોર્ડ નંબર-1, રાજુલા નગરપાલિકામાં વોર્ડ નંબર-1, વંથલી નગરપાલિકામાં વોર્ડ નંબર-4, ગઢડા નગરપાલિકામાં વોર્ડ નંબર-2, પ્રાંતિજ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો.

માણસા ભાજપને ખાતુ ખોલાવ્યુ છે. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ સાથે જ માણસામાં જીતનો જશ્ન શરૂ થઇ ચૂક્યો છે.

ચોરવાડ નગરપાલિકામાં પહેલો વોર્ડ ભાજપે જીત્યો હતો. જામજોધપુરના વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. અમરેલીના ચલાલામાં વોર્ડ નંબર-1માં ભાજપની જીત થઇ છે. 24 બેઠકની ચલાલા નપામાં 4 બેઠક પર જીત સાથે ભાજપે ખાતુ ખોલ્યું હતું. સાબરકાંઠાના પ્રાંતિજમાં વોર્ડ નં-1માં ભાજપની જીત થઇ હતી. તલોદના વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. કોડીનારમાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. લુણાવાડામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. ધ્રોલ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપના ચારેય ઉમેદવાર જીત્યા હતા. માણસા નગરપાલિકાની વોર્ડ નંબર-1માં ભાજપની પેનલનો વિજય થયો હતો. સાણંદ નપામાં વોર્ડ નંબર-1માં ભાજપની પેનલની જીત થઇ હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button