જાણવા જેવું

આજે હિંદુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જયંતી છે ; છત્રપતિ શિવાજી મહારાજ હિંદુ કિંગ ગણાય છે જેમણે મુઘલોની સામે લડીને હિંદુ રાજ્યના વાવટાં ફરકાવી રાખ્યાં હતા

મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા અને તેમના વહીવટી કૌશલ્ય, મુક્ત-ઉત્સાહી અભિગમ, દયા, ઉત્કૃષ્ટ નેતૃત્વ અને અન્ય ઘણી કુશળતા માટે જાણીતા હતા.

મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા અને તેમના વહીવટી કૌશલ્ય, મુક્ત-ઉત્સાહી અભિગમ, દયા, ઉત્કૃષ્ટ નેતૃત્વ અને અન્ય ઘણી કુશળતા માટે જાણીતા હતા. 

હિંદુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જયંતી છે અને આ પ્રસંગે તેમના જીવનના કેટલાક પ્રસંગો અહીં રજૂ કરાયાં છે.

એક ત્રાડથી મુઘલો કંપી જતાં, સામે આવતાં છુપાઈ જતાં અને મુઘલ બાદશાહ પણ જેનાથી ડરતાં એવા હિંદુ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજંયતિ છે. છત્રપતિ શિવાજી મહારાજ હિંદુ કિંગ ગણાય છે જેમણે મુઘલોની સામે લડીને હિંદુ રાજ્યના વાવટાં ફરકાવી રાખ્યાં હતા. છત્રપતિ શિવાજી મહારાજ એક પ્રભાવશાળી નેતા હતા જેમણે પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું. તેઓ મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા અને તેમના વહીવટી કૌશલ્ય, મુક્ત-ઉત્સાહી અભિગમ, દયા, ઉત્કૃષ્ટ નેતૃત્વ અને અન્ય ઘણી કુશળતા માટે જાણીતા હતા.

મહારાષ્ટ્રમાં બીજાપુરની આદિલશાહી સલ્તનતનો પતન થયો, ત્યારે શિવાજી મહારાજે પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. 1674માં રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કરાયો હતો.

શિવાજીનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 ના રોજ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં થયો હતો. તેમનું નામ સ્થાનિક દેવી, દેવી શિવાની દેવીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. શિવાજીના પિતાનું નામ શાહજી ભોંસલે હતું, જે મરાઠા સેનાપતિ હતા અને દખ્ખણ (હાલનું દક્ષિણ) સલ્તનતોમાં સેવા આપતા હતા. દખ્ખણ સલ્તનતો દખ્ખણ ઉચ્ચપ્રદેશના પાંચ મધ્યયુગીન રાજ્યો હતા. માતાનું નામ જીજાબાઈ ભોંસલે હતું, જેમને જીજામાતા તરીકે પણ ઓળખવામાં આવતી હતી. તેઓ એક કુશળ ઘોડેસવાર હતા અને તેમની તલવારબાજીની શૈલી માટે પ્રખ્યાત હતા. તેમની કુશળતા, હિંમત અને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાની ભાવના શિવાજીમાં પ્રતિબિંબિત થઈ હતી જ્યારે તેઓ છત્રપતિ શિવાજી બન્યા; જોકે, તેમના મૃત્યુથી છત્રપતિના શાસનના એક યુગનો અંત આવ્યો.

છત્રપતિ શિવાજી અનેક પ્રતિભા ધરાવતા હતા. તેઓ તેમની ગેરિલા યુક્તિઓ માટે જાણીતા હતા અને તેમના ગુપ્ત યુદ્ધને કારણે તેમને “પર્વતીય ઉંદર” તરીકે પણ ઓળખવામાં આવતા હતા. મહાભારત અને રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોનું તેમનું જ્ઞાન તેમની બૌદ્ધિક ઊંડાણ દર્શાવે છે.

એક ઉત્તમ લશ્કરી આયોજક તરીકે, તેઓ મધ્યયુગીન ભારતના પ્રથમ સ્વદેશી શાસક હતા જેમણે પોતાની નૌકાદળનું નેતૃત્વ કર્યું હતું. તેમની વિવિધ કુશળતા અને નેતૃત્વના ગુણોએ તેમને અલગ પાડ્યા હતા. તેમનું 52 વર્ષની વયે મરડોના ચેપને કારણે અવસાન થયું, જેનાથી તેમના શાસનના એક યુગનો અંત આવ્યો.

શિવાજી મહારાજના મોત પછી તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ ગાદીએ આવ્યાં હતા. તે વખતે હિંદુસ્તાન પર મુગલ બાદશાહ ઔરંગઝેબનું રાજ હતું.

છત્રપતિ શિવાજી મહારાજના આમ તો ઘણા પ્રસંગો સંભારવા જેવા છે પરંતુ આ બધામાં સૌથી નોખો તરી આવતો પ્રસંગ છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના પુત્ર સંભાજી મહારાજનું ઔરંગઝેબની કેદમાંથી ભાગી છૂટવાનું છે. તેને માટે થોડા ઈતિહાસમાં ઉતરવું પડશે. સન 1666માં દક્ષિણમાં ઔરંગઝેબના વાઇસરોય મિર્ઝા રાજા સિંહે છત્રપતિ શિવાજી મહારાજને મનાવીને મુઘલ બાદશાહ ઔરંગઝેબના આગ્રા દરબારમાં મોકલ્યાં હતા. માર્ચ, 1666ના રોજ ઔરંગઝેબને મળવા માટે આગ્રા જવા રવાના થતાં પહેલાં શિવાજીએ રાજપાટ માતા જિજાબાઈને સોંપ્યું હતું. જય સિંહે આગ્રામાં હાજર પોતાના પુત્ર કુમાર રામસિંહને શિવાજીની સુરક્ષાની જવાબદારી સોંપી હતી. 9 મે, 1666ના રોજ શિવાજી આગ્રા શહેરની બહારના વિસ્તારમાં પહોંચી ગયા હતા, જ્યાં તે સમયે ઔરંગઝેબનો દરબાર જામ્યો હતો. 12 મેના દિવસે ભર્યા દરબારમાં કુમાર રામસિંહે શિવાજી, તેમના પુત્ર સંભાજી અને 10 સાથીદારોને દીવાન-એ-આમમાં ઔરંગઝેબની સામે ઉપસ્થિત કર્યા હતા. શિવાજી ઔરંગઝેબના સિંહાસન પાસે ગયા અને તેમને ત્રણ વખત સલામ કરી અને ઔરંગઝેબને સોનાની 2000 મહોર “નજરાણા” તરીકે અને 6000 રૂપિયા આપ્યાં પરંતુ હવે ઔરંગઝેબે ખરો રંગ દેખાડ્યો અને તેમણે શિવાજી મહારાજ અને સંભાજીને કેદી બનાવાનો ઓર્ડર કર્યો અને શહેનશાહના ઓર્ડર મુજબ ઔરંગઝેબ અને સંભાજીને આગ્રાની બહાર જયપુર હાઉસમાં કેદમા રાખવામાં આવ્યાં, ઔરંગઝેબનો ઈરાદો પિતા-પુત્રને મારી નાખવાનો નહોતો અને છેલ્લે 19 ઓગસ્ટ, 1666ના દિવસે ઔરંગઝેબને થાપ આપીને ફળોની ટોપલીમાં સંતાઈને શિવાજી મહારાજ અને સંભાજી નાસી છૂટ્યાં હતા અને ઔરંગઝેબ હાથ મસળતો રહી ગયો હતો.

શિવાજીએ અત્યંત ચાલાકીપૂર્વક મહારાષ્ટ્ર જવા માટે સાવ અલગ રસ્તો પસંદ કર્યો હતો. દક્ષિણ પશ્ચિમમાં માળવા અને ખાનદેશ થઈને જવાના બદલે તેમણે પૂર્વનો રસ્તો પસંદ કર્યો. તેઓ મથુરા, અલાહાબાદ, બનારસ અને પુરી થઈને ગોંડવાના અને ગોલકોંડા પાર કરીને પાછા રાજગઢ પહોંચ્યા. ઔરંગઝેબની કેદમાંથી બહાર નીકળ્યાના છ કલાકની અંદર તેઓ મથુરા પહોંચી ગયા. ત્યાં તેમણે પોતાના માથાના વાળ, દાઢી અને મૂંછો મુંડાવી નાખી અને સંન્યાસીનો વેશ ધારણ કરીને કેસરિયા કપડાં પહેરી લીધાં. ડિસેમ્બરની એક સવારે શિવાજીનાં માતા જિજાબાઈ પોતાના કક્ષમાં એકલાં બેઠાં હતાં. તેમનો નોકર તેમના માટે એક સંદેશ લઈને આવ્યા કે એક સંન્યાસી તેમને મળવા માગે છે. તેમણે સંન્યાસીને અંદર મોકલવા કહ્યું હતું.

છત્રપતિ શિવાજી મહારાજ નાસી છૂટતાં ઔરંગઝેબનો ગુસ્સો સાતમા આસમાન પહોંચ્યો, ઔરંગઝેબને લાગ્યું કે શિવાજીએ તેમને મૂર્ખ બનાવ્યાં, શિવાજીને પકડવા શાહી સેના મોકલી હતી પરંતુ તે સમય સુધીમાં શિવાજી મહારાજ સહી-સલામત પોતાના રાજ્યમાં પહોંચી ગયાં હતા. ઉલ્લેખનીય છે કે ઔરંગઝેબે શિવાજીને તાબે કરવા આકાશ પાતાળ એક કરી નાખ્યાં હતા પરંતુ શિવાજી મહારાજ કદી પણ ઔરંગઝેબને તાબે થયા નહોતા અને મુઘલ શાસનમાં પણ હિંદુ રાજ્ય ટકાવી રાખ્યું હતું.

3 એપ્રિલ 1680માં શિવાજી મહારાજના અવસાન બાદ પુત્ર સંભાજી મહારાજે ગાદી સંભાળી અને હિંદુ રાજ્યના રાજા બન્યાં. શિવાજી મહારાજના અવસાન બાદ ઔરંગઝેબે એક ચાલી ચલી હતી અને પોતાના એક સાથી દ્વારા સંભાજી મહારાજ અને તેમના એક સાથીને પકડાવી દીધા હતા અને તેમને રંગલાના વેશમાં સાંકળમાં બાંધીને રાજધાની આગ્રા લવાયા હતા. બીજા દિવસે સંભાજી મહારાજને ઔરંગઝેબની સામે રજૂ કરવામાં આવ્યાં અને તેમને ઈસ્લામ અંગીકાર કરી લેવાની નહીંતર મોત માટે તૈયાર રહેવાનું જણાવ્યું. ત્યારે સિંહ પુત્ર સંભાજી મહારાજ બોલ્યાં કે ઔરંગઝેબ પોતાની દીકરી પણ તેમને પરણાવે તો પણ તેઓ ઈસ્લામ અંગીકાર નહીં કરે, ઈસ્લામ સ્વીકારવાની ના પાડતાં સંભાજીને ક્રૂર મોત આપવામાં આવ્યું. પહેલાં તેમની આંખો ફોડવામાં આવી, ત્યાર બાદ ચામડી ઉતરડી લેવામાં આવી અને પછી એક એક અંગ કાપીને કૂતરાને ખવડાવી દેવામાં આવ્યાં હતા આમ ધર્મ માટે છત્રપતિ સંભાજી મહારાજે શહીદી વહોરી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button