બ્રેકીંગ ન્યુઝ

દિલ્હીની નવી સરકારના શપથ ગ્રહણ દરમિયાન મુખ્યમંત્રીની સાથે છ મંત્રીઓ પણ મંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેશે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના રામલીલા મેદાનમાં નવી સરકારના ભવ્ય શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથ ગ્રહણ સમારોહ આજે બપોરે થશે

દિલ્હીમાં આજે (20મી ફેબ્રુઆરી) ભાજપ(BJP)ની સરકારનો શપથ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. એક દિવસ પહેલા જ રેખા ગુપ્તાને ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવતા તેમનું મુખ્યમંત્રી તરીકેનું નામ ફાઈનલ થઇ ગયું છે.

આ સાથે દિલ્હીની નવી સરકારના શપથ ગ્રહણ દરમિયાન મુખ્યમંત્રીની સાથે છ મંત્રીઓ પણ મંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેશે. મંત્રીઓના નામ પણ સામે આવ્યા છે. મંત્રીઓની યાદીમાં નીચે મુજબના નેતાઓના નામ સામેલ છે.

1. પ્રવેશ વર્મા , 2. આશિષ સૂદ , 3. મનજિંદર સિંહ સિરસા , 4. કપિલ મિશ્રા , 5. પંકજ સિંહ  , 6. રવિન્દ્ર રાજ , 

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના રામલીલા મેદાનમાં નવી સરકારના ભવ્ય શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શપથ ગ્રહણ સમારોહ આજે બપોરે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના મંત્રીમંડળના સાથીઓ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં કેટલાક ખાસ મહેમાનો સહિત લગભગ 50,000 લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. શપથ ગ્રહણ સમારોહ માટે શહેરના મધ્ય, ઉત્તર અને નવી દિલ્હી વિસ્તારોમાં 25,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button