ઈકોનોમી

શેરબજાર અપડેટ ; સેન્સેક્સ 77 પોઈન્ટના ઘટાડા સાથે 75,658.65 પર ખુલ્યો. તો નિફ્ટી 0.10 ટકાના ઘટાડા સાથે ખુલ્યો.

કોરિયાના કોસ્પીમાં 0.0053%નો ઘટાડો જોવા મળ્યો. હોંગકોંગનો હેંગ સેંગ 2.96% ઘટ્યો અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 0.77% ની તેજી છે. 20 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 3,311.55 કરોડ રૂપિયાના શેર વેચ્યા.

ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું. બીએસઈ પર સેન્સેક્સ 77 પોઈન્ટના ઘટાડા સાથે 75,658.65 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.10 ટકાના ઘટાડા સાથે 22,890.25 પર ખુલ્યો. અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો થોડો મજબૂત થયો. રૂપિયો 86.55 પ્રતિ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે તેના અગાઉના બંધ 86.67 થી 0.11 ટકા વધુ છે.

એશિયન બજારમાં, કોરિયાના કોસ્પીમાં 0.0053%નો ઘટાડો જોવા મળ્યો. હોંગકોંગનો હેંગ સેંગ 2.96% ઘટ્યો અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સમાં 0.77% ની તેજી છે. 20 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 3,311.55 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ પણ 3,907.64 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.

ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. ગઈકાલે એટલે કે 20 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 203 પોઈન્ટના ઘટાડા સાથે 75,735 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 19 પોઈન્ટ ઘટીને 22,913 પર બંધ થયો. BSE સ્મોલકેપ 599 પોઈન્ટના વધારા સાથે 46,054 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરોમાં ઘટાડો અને 15 શેરોમાં વધારો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેરમાં ઘટાડો નીચે અને 28 શેરોમાં તેજી હતી. NSE ક્ષેત્રીય સૂચકાંકોના બેંકિંગ, IT, ફાર્મા અને FMCG ક્ષેત્રો ઘટાડા સાથે બંધ થયા.

ટ્રેડિંગ દરમિયાન, શ્રીરામ ફાઇનાન્સ, NTPC, અદાણી પોર્ટ્સ, M&M, ભારત ઇલેક્ટ્રોનિક્સના શેર નિફ્ટીના ટોપ ગેનર્સના લિસ્ટમાં સામેલ હતા. જ્યારે HDFC બેંક, મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, HCL ટેક્નોલોજીસ અને ટાટા કન્ઝ્યુમરના શેર ટોપ લૂઝર્સની લિસ્ટમાં સામેલ હતા.

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button