રાજકોટની પાયલ હોસ્પિટલના સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ કાંડ મામલો , આરોગ્ય વિભાગે માત્ર નોટિસ પાઠવી હતી.
પીડીતો દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ તંત્ર સમક્ષ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પાયલ હોસ્પિટલના સંચાલકોએ પણ સ્વીકાર્યું હતું કે પાસવર્ડ ખાતે છેડછાડ કરાઈ હતી.

પાયલ હોસ્પિટલ CCTV કાંડ મામલે ચોંકાવનારી વાત સામે આવી છે. જેમાં હોસ્પિટલના લેબર રૂમમાં સીસીટીવી રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં નિયમ વિરુદ્ધ CCTV રાખવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. ત્યારે આ ઘટનાને લઇ આરોગ્ય તંત્રએ માત્ર નોટિસ ફટકારીને માંગ્યો ખુલાસો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આટલી મોટી ઘટનામાં આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.
પાયલ હોસ્પિટલ વિરુદ્ધ હજુ સુધી બેદરકાર તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે હાલ પણ પાયલ હોસ્પિટલ ચાલુ દેખાઇ હતી. ત્યારે વાઇરલ થયેલા CCTV પાયલ હોસ્પિટલના છતાં કોઈ પણ કાર્યવાહી નહીં આવતા અનેક પ્રશ્નો સર્જાયા છે. જેમાં લોકો અને પીડીતો દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ તંત્ર સમક્ષ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પાયલ હોસ્પિટલના સંચાલકોએ પણ સ્વીકાર્યું હતું કે પાસવર્ડ ખાતે છેડછાડ કરાઈ હતી. પરંતું જ્યારે પાયલ હોસ્પિટલ તંત્રએ પણ પોલીસ ફરીયાદ નોંધાવી ન હતી.
વધુમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલમા મહિલાઓની સારવારના વીડિયોની આરોપીઓ ફૂટેજ મેળવીને વિવિધ લોકોને ટેલીગ્રામ મારફતે મોકલતા હતા. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. ત્યાર આ ઘટનામાં તેઓએ વધારે તપાસ આદરી છે.