બ્રેકીંગ ન્યુઝ
ઉતરપ્રદેશમાં મસ્જીદો પરથી ગેરકાયદે લાઉડસ્પીકર ઉતારવાના આદેશ ; અવાજ પ્રદૂષણ રોકવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ,
માત્ર અલીગઢમાં જ 26 લાઉડ સ્પીકર હટાવ્યા હતા અને 32માં વોલ્યુમ ઘટાડાયા હતા. અન્ય સ્થળોએ 86 લાઉડ સ્પીકર ઉતારાયા હતા.

ઉતરપ્રદેશમાં મસ્જીદો પરથી ગેરકાયદે લાઉડસ્પીકર ઉતારવાના આદેશ વચ્ચે વારાણસી, આગ્રા સહિતના શહેરોમાં મોટાપાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મસ્જીદોમાં દબાણ કરીને જાહેર રીતે લગાવાયેલા લાઉડ સ્પીકરો હટાવવાના આદેશને પગલે વિવિધ શહેરોમાં એકશન શરૂ કરાયા છે. વારાણસી, આગ્રા, સંભલ, અલીગઢ સહિતના શહેરોમાં કાર્યવાહી થઈ છે.
પોલીસના સૂત્રોએ કહ્યું કે અવાજ પ્રદૂષણ રોકવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મસ્જીદ સંચાલકોએ લાઉડ સ્પીકર માટે તંત્રની પુર્વ મંજુરી લેવી પડશે અને અનાજ 40 ડેસીબલથી ન વધે તેની બાંહેધરી આપવી પડશે. માત્ર અલીગઢમાં જ 26 લાઉડ સ્પીકર હટાવ્યા હતા અને 32માં વોલ્યુમ ઘટાડાયા હતા. અન્ય સ્થળોએ 86 લાઉડ સ્પીકર ઉતારાયા હતા.
Poll not found