દેશ-દુનિયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રીલિઝ કરશે ,

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા જમીનધારક ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી કિસાન સન્માન નિધિ આવવાની રાહ જોઈ રહેલા ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો રીલિઝ કરશે. આજે ખેડૂતોના બેન્ક ખાતામાં 2,000 રૂપિયા આવી રહ્યા છે. વડાપ્રધાન બિહારના ભાગલપુરની મુલાકાત દરમિયાન આ હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે. પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ખેડૂતોને આપવામાં આવેલ 19મો હપ્તો છે. જે સીધા ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેન્ક ખાતામાં મોકલવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બધા જમીનધારક ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવી રહી છે. આ મદદ બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને તેમના બેન્ક ખાતામાં દર ચાર મહિને 2,000 રૂપિયાનો હપ્તો મોકલવાની જોગવાઈ છે.

બધા પાત્ર ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સીધા બેન્ક ટ્રાન્સફર દ્વારા ખાતાઓમાં પૈસા મોકલવામાં આવે છે. જેથી ખેડૂતો આર્થિક રીતે મજબૂત બની શકે. પ્રધાનમંત્રી મોદી બિહારની મુલાકાત દરમિયાન લાખો ખેડૂતોને આ યોજનાનો લાભ આપશે. ખેડૂતોને નાણાકીય સ્થિરતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, કરોડો ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતે કેટલીક શરતો પૂરી કરવી પડશે. જેમાં ખેડૂત સરકારી નોકરીમાં ન હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ આવકવેરો ભરે છે તો તેને પણ આ યોજનાનો લાભ મળશે નહીં. આ યોજના હેઠળ પરિવારના ફક્ત એક જ સભ્યને લાભ આપી શકાય છે. જો e-KYC ન થાય તો હપ્તો અટકી શકે છે.

આ રીતે તમે તમારા હપ્તાની સ્થિતિ જાણી શકો છો

જો કોઈ ખેડૂત પોતાની સ્થિતિ જાણવા માંગતો હોય તો તેણે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.inપર જવું જોઈએ.

– વેબસાઇટ ઓપન કરો અને ‘ફાર્મર્સ કોર્નર’ પર જાવ.

– ‘બેનિફિશિયરી સ્ટેટ્સ’ પર ક્લિક કરો.

– તમારો આધાર નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો.

– ગેટ ડેટા પર ક્લિક કરો.

– અહીં સ્ક્રીન પર સંપૂર્ણ માહિતી દેખાશે.

જો તમને કોઈ સમસ્યા હોય તો અહીં સંપર્ક કરો

જો ખેડૂતોને યોજના અંગે કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ પીએમ કિસાન યોજના નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કૉલ કરી શકે છે.

– 155261 અથવા 1800115526 (ટોલ-ફ્રી)

– 011-23381092

– ઈમેઇલ: pmkisan-ict@gov.in

News Click 24

Poll not found

Related Articles

Back to top button