રમત ગમત

ભારત-પાકિસ્તાનની મેચમાં કોહલીએ દેખાડ્યું ‘વિરાટ’ સ્વરૂપ ; ભારતીય ટીમે 7 વિકેટથી મેચ જીતી લીધી.

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે (23 ફેબ્રુઆરી) દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના બેટથી ધમાલ મચાવી દીધી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંતર્ગત રવિવારે ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી. મેચમાં પાકિસ્તાને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 7 વિકેટથી મેચ જીતી લીધી. મેચમાં કોહલીનું બેટ બરાબરનું ચાલ્યુ. તેણે 111 બોલમાં સદી ફટકારી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા. કોહલીએ વન ડે ક્રિકેટમાં 15 મહિના પછી આ સદી ફટકારી છે.

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે (23 ફેબ્રુઆરી) દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના બેટથી ધમાલ મચાવી દીધી હતી. તેણે ઝડપી સદી ફટકારી અને રેકોર્ડ્સની શ્રેણી બનાવી. આ દરમિયાન તેણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો એક ધાંસૂ રેકોર્ડ તોડી નાખ્યો છે.

ખરેખર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હેઠળ રવિવારે ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી. મેચમાં પાકિસ્તાને 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 7 વિકેટથી મેચ જીતી લીધી.

મેચમાં કોહલીનું બેટ બરાબરનું ચાલ્યુ. તેણે 111 બોલમાં સદી ફટકારી. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા ફટકાર્યા. કોહલીએ વન ડે ક્રિકેટમાં 15 મહિના પછી આ સદી ફટકારી છે. આ પહેલા તેમણે 15 નવેમ્બર 2023ના રોજ સદીની ઇનિંગ રમી હતી. ત્યારે કોહલીએ વાનખેડે ખાતે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં 117 રન બનાવ્યા હતા. આ સાથે કોહલીએ 5 ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યા. ચાલો તેના વિશે જાણીએ.

આ મેચમાં કોહલીએ 15મો રન બનાવતાની સાથે જ એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરી લીધો. ઉપરાંત સચિનનો એક મહાન રેકોર્ડ પણ તૂટી ગયો છે. હકીકતમાં કોહલી હવે વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 14 હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

કોહલીએ 299મી વન ડે મેચની 287મી ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી. અગાઉ આ રેકોર્ડ સચિનના નામે હતો, જેણે 350મી ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. સચિન પછી શ્રીલંકાના કુમાર સંગાકારા હતો જેણે 378 ઇનિંગ્સમાં 14 હજાર વન ડે રન બનાવ્યા હતા.

કોહલીએ પાકિસ્તાની બોલરોને ચકનાચૂર કર્યા અને પોતાની વનડે કારકિર્દીની 51મી સદી ફટકારી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ક્રિકેટર છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 49 સદી સાથે બીજા સ્થાને છે. મતલબ કે કોહલી સિવાય, અત્યાર સુધી કોઈ અન્ય ખેલાડી વનડેમાં સદીના સંદર્ભમાં 50નો આંકડો સ્પર્શી શક્યો નથી.

પાકિસ્તાન સામે CT માં સદી ફટકારનાર પ્રથમ ભારતીય.

આ સદી ફટકારીને કોહલીએ વધુ એક ધાંસૂ રેકોર્ડ બનાવ્યો છે. હકીકતમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પાકિસ્તાન સામે કોઈપણ ભારતીય દ્વારા ફટકારવામાં આવેલી આ પહેલી સદી છે. સરળ અને સીધા શબ્દોમાં કહીએ તો, કોહલી ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં પાકિસ્તાન સામે સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે.

કિંગ કોહલી ભારત માટે વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ કેચ લેનાર ફિલ્ડર બન્યો. કુલદીપ યાદવના બોલ પર નસીમ શાહનો કેચ પકડીને કોહલીએ મોહમ્મદ અઝહરુદ્દીન (156)નો રેકોર્ડ તોડ્યો.

આ પછી કોહલીએ ખુશદિલ શાહનો કેચ પણ લીધો. કોહલીએ વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં 158 કેચ પકડ્યા છે. શ્રીલંકાના મહેલા જયવર્ધને (218) એ વન ડેમાં ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ લીધા છે. તેના પછી ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગ (160) અને વિરાટ કોહલીનો ક્રમ આવે છે.

વનડેમાં સૌથી વધુ કેચ ઝડપનાર ભારતીય

158 – વિરાટ કોહલી (299 મેચ) , 156 – મોહમ્મદ અઝહરુદ્દીન (334 મેચ) , 140 – સચિન તેંડુલકર (463 મેચ)

124 – રાહુલ દ્રવિડ (344 મેચ) , 102 – સુરેશ રૈના (226 મેચ)

સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચનો રેકોર્ડ

કોહલીએ કોઈપણ આઇસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ ટાઇટલ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેણે આ સિદ્ધિ પાંચમી વખત હાંસલ કરી છે. તે આવું કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. કોહલી સિવાય, અન્ય કોઈ ખેલાડી આઇસીસી ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 3 વખતથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ જીતી શક્યો નથી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button