ઈકોનોમી

BSE સેન્સેક્સ 74,893.45 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 75,311.06 થી નીચે ગયો અને ત્યારબાદ ઘટાડો વધુ તીવ્ર બન્યો અને ત્યારબાદ સેન્સેક્સ 74,730 ના સ્તરે સરકી ગયો

શેરબજારમાં ઘટાડો એટલો તીવ્ર હતો કે માત્ર 5 મિનિટમાં BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ બજાર મૂલ્યમાં લગભગ 3.40 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગયા ટ્રેડિંગ સપ્તાહમાં ભારે ઘટાડા બાદ સોમવારે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ શરૂઆતના સમયે 500 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો જ્યારે નિફ્ટી 159 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. આ દરમિયાન 30 માંથી 29 લાર્જ-કેપ શેરોની શરૂઆત પણ શરૂઆતી કારોબારમાં ઘટાડા સાથે થઈ હતી. સૌથી મોટો ઘટાડો ઝોમેટોના શેરમાં જોવા મળ્યો. ફરી એકવાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ લાદવાની ધમકીની અસર શેરબજાર પર જોવા મળી છે.

સોમવારે BSE સેન્સેક્સ 74,893.45 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 75,311.06 થી નીચે ગયો અને ત્યારબાદ ઘટાડો વધુ તીવ્ર બન્યો અને ત્યારબાદ સેન્સેક્સ 74,730 ના સ્તરે સરકી ગયો. બીજી તરફ નિફ્ટી 22,609.35 પર ખુલ્યો જે તેના અગાઉના બંધ 22,795.90 થી નીચે હતો અને થોડીવારમાં સેન્સેક્સની સાથે તે 200 પોઈન્ટ ઘટીને 22,607 પર પહોંચી ગયો.

સોમવારે શેરબજારમાં શરૂઆતના ઘટાડા વચ્ચે, ઝોમેટો શેર (2.06%), HCL ટેક શેર (1.93%), HDFC બેંક શેર (1.38%), TCS શેર (1.34%) અને ઇન્ફોસિસ શેર (1.10%) જેવી લાર્જ-કેપ કંપનીઓના શેર નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ, મિડકેપ કેટેગરીમાં પ્રેસ્ટિજ શેર (૪.૧૪%), IREDA શેર (૩.૨૫%), સુઝલોન શેર (૩.૦૬%) અને RVNL શેર (૨.૭૯%) નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, સ્મોલકેપ કેટેગરીમાં સૌથી મોટો ઘટાડો રાજેશ એક્સપોર્ટ શેરમાં જોવા મળ્યો, જે ખુલતાની સાથે જ 7% ઘટ્યો.

શેરબજારમાં ઘટાડો એટલો તીવ્ર હતો કે માત્ર 5 મિનિટમાં BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ બજાર મૂલ્યમાં લગભગ 3.40 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો. વૈશ્વિક બજારમાં ઘટાડા વચ્ચે બ્રાન્ડર માર્કેટમાં પણ અરાજકતા જોવા મળી. BSEના બધા ક્ષેત્રીય સૂચકાંકો પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. સવારે 9.20 વાગ્યાની આસપાસ BSE-લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 398.80 લાખ કરોડ થયું. આ રીતે સોમવારે બજાર ખુલ્યાની થોડી મિનિટોમાં BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 3.40 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button