દેશ-દુનિયા

વિદેશ મંત્રીની ફટકાર ; બાંગ્લાદેશે એ નકકી કરવાનું છે કે તે ભારત સાથે કેવા સંબંધો ઈચ્છે છે ,

હાલમાં જ ઓમાનમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશના વિદેશ મામલાના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસેન સાથે મુલાકાત કરી હતી.

શેખ હસીનાના દેશ છોડવા અને મોહમ્મદ યુનુસની સત્તામાં આવ્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંબંધો તનાવભર્યા છે. હિન્દુઓની વિરૂધ્ધ થઈ રહેલી હિંસા પર ભારત ખૂબ જ સખત છે, જયારે બાંગ્લાદેશની વચગાળાની સરકાર ભારત સાથે સંબંધ બગાડવામાં કોઈ કસર નથી રાખી.

હાલમાં જ ઓમાનમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશના વિદેશ મામલાના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસેન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતના એક હપ્તા બાદ વિદેશમંત્રી એસ. જયશંકરે બાંગ્લાદેશને સંભળાવી દીધુ છે કે હવે બાંગ્લાદેશે નકકી કરવાનું છે કે ભારત સાથે કેવી સંબંધો રાખવા માંગે છે.

તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશ સાથે અમારો સંબંધ 1971થી ચાલતો આવ્યો છે. બાંગ્લાદેશ એમ ન કહી શકે કે તે ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે, જયારે બીજી બાજુ ત્યાં પર થતી ઘટનાઓનો દોષ ભારત પર નાખે છે.  ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલાની ઘટનાની હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button