બંગાળની ખાડીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે ભૂકંપ સવારે 6:10 વાગ્યે આવ્યો હતો.
નેશનલ સીસ્મોલોજી સેન્ટરે કહ્યું હતું કે 25 ફેબ્રુઆરીએ સવારે 6.10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં 91 કિમીની ઊંડાઈએ હતું.

પશ્વિમ બંગાળમાં મંગળવારે (25 ફેબ્રુઆરી) સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બંગાળની ખાડીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું કે ભૂકંપ સવારે 6:10 વાગ્યે આવ્યો હતો.
વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાથી કોલકાતામાં રહેતા લોકો ડરી ગયા હતા અને પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, હજુ સુધી આ ભૂકંપથી કોઈ નુકસાન કે જાનહાનિ અંગે કોઈ માહિતી નથી. માહિતી અનુસાર, કોલકાતા ઉપરાંત પશ્ચિમ બંગાળના અન્ય શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેશનલ સીસ્મોલોજી સેન્ટરે કહ્યું હતું કે 25 ફેબ્રુઆરીએ સવારે 6.10 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં 91 કિમીની ઊંડાઈએ હતું.
કોલકાતામાં રહેતા કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર આ ભૂકંપના આંચકા વિશે પોસ્ટ કરી હતી. એક યુઝરે લખ્યું, ‘ભૂકંપ એલર્ટ!’ કોલકાતામાં સવારે 6.10 વાગ્યે ગુગલ એલર્ટ મળ્યું. અહેવાલો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઓરિસ્સાથી 175 કિમી દૂર હોઈ શકે છે. શું બીજા કોઈને ધ્રુજારીનો અનુભવ થયો? સત્તાવાર પુષ્ટીની રાહ જોવાઈ રહી છે. સાવધાન રહો અને સુરક્ષિત રહો!
બીજા એક યુઝરે લખ્યું, ‘કોલકાતામાં ભૂકંપ!’ 5.3 તીવ્રતા. ભૂકંપના આંચકા અનુભવાયા, તેથી જ હું જાગી ગયો અને આ પોસ્ટ કરી રહ્યો છું.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાને સિસ્મિક ઝોન-3 માં મૂકવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે શહેરમાં ભૂકંપનું મધ્યમ જોખમ છે. જોકે તે ઉત્તરપૂર્વ ભારત, હિમાલય કે ગુજરાત જેવા સ્થળો જેવા મોટા ભૂકંપ માટે સંવેદનશીલ નથી, તેમ છતાં આ શહેરમાં સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાય છે. સામાન્ય રીતે ભૂકંપનું કેન્દ્રબિંદુ કોલકાતામાં હોવાના બદલે બંગાળની ખાડી, નેપાળ અથવા ઉત્તર-પૂર્વ ભારતમાં હોય છે.
રવિવારે સવારે 8:42 વાગ્યે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં મધ્યમ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મંડીના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જોકે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. NCS અનુસાર, આ ભૂકંપની તીવ્રતા 3.7 હતી અને તેનું કેન્દ્ર મંડી વિસ્તારમાં 31.48 ડિગ્રી અક્ષાંશ અને 76.95 ડિગ્રી રેખાંશ પર સ્થિત હતું.