પ્રખ્યાત જ્યોતિષ બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ફરી એકવાર ચર્ચામાં ; 2025 ના માર્ચ અને એપ્રિલ મહિના અત્યંત ભયાનક સાબિત થઈ શકે છે.
પૂર્વી દેશોમાં એક સંઘર્ષ શરૂ થશે, જેની પશ્ચિમી દેશો પર દૂરગામી અસરો પડશે. આ પહેલા પણ બાબા વેંગાએ આ સંભવિત ખતરાની આગાહી કરી હતી. 2025 થી, રશિયા-યુક્રેન યુદ્ધ અંત તરફ આગળ વધશે.

પ્રખ્યાત જ્યોતિષ બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ફરી એકવાર ચર્ચામાં આવી છે. 2025 ના માર્ચ અને એપ્રિલ મહિના અત્યંત ભયાનક સાબિત થઈ શકે છે.
બાબા વેંગાએ આગાહી કરી હતી કે, માર્ચ અને એપ્રિલમાં ગ્રહોની સ્થિતિ ભયાનક રહેશે. આની અસર સમગ્ર વિશ્વ પર પડશે. માર્ચ મહિનામાં વૈશ્વિક સ્તરે મોટી ઘટનાઓ બનશે.
માર્ચ 2025 માં, પૂર્વી દેશોમાં એક સંઘર્ષ શરૂ થશે, જેની પશ્ચિમી દેશો પર દૂરગામી અસરો પડશે. આ પહેલા પણ બાબા વેંગાએ આ સંભવિત ખતરાની આગાહી કરી હતી. 2025 થી, રશિયા-યુક્રેન યુદ્ધ અંત તરફ આગળ વધશે.
માર્ચ મહિનામાં ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થશે. બાબા વેંગાએ આગાહી કરી છે કે, પૂર્વમાં શરૂ થયેલું આ યુદ્ધ પશ્ચિમી દેશોનો નાશ કરશે. આ યુદ્ધ પૃથ્વી પર ભયંકર આફત લાવશે અને ભારે વિનાશ થશે.
માર્ચ અને એપ્રિલમાં, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ બનશે. માર્ચ મહિનામાં સમગ્ર યુરોપમાં ભારે અશાંતિનો સામનો કરવો પડશે. 2025માં માત્ર માનવ જીવનનું નુકસાન જ નહીં, પણ મોટા પાયે વિસ્થાપન અને વિનાશ પણ જોવા મળશે. બાબા વેંગાએ એમ પણ કહ્યું છે કે એપ્રિલ મહિનામાં ઘણી મોટી કુદરતી આફતો આવી શકે છે.
બાબા વેંગાએ બીજા વિશ્વયુદ્ધ વિશે ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ. અમેરિકામાં 9/11ના હુમલા, રશિયન ક્રાંતિકારી અને નેતા સ્ટાલિનના મૃત્યુની તારીખ, ઉત્તરી બલ્ગેરિયામાં ભૂકંપ વિશેની આગાહીઓ – આમાંથી ઘણી સાચી પડી છે.
બાબા વેંગા અંધ હતા. તેમનો જન્મ 1911માં થયો હતો અને 1996માં તેમનું અવસાન થયું. પરંતુ મૃત્યુ પહેલાં તેણે 5079 સુધીની આગાહીઓ કરી હતી. બાબા વેંગાની આગાહીઓ દર વખતે સાચી પડે તે જરૂરી નથી; ઘણી વખત, તેમના શબ્દો ખોટા સાબિત થયા છે. તેમ છતાં, તેમની આગાહીઓ હંમેશા ચર્ચામાં રહે છે.