GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વનાં સમાચાર ; વર્ગ 1-2 ની ભરતી માટે પ્રલિમ પરીક્ષા આગામી એપ્રિલ માસમાં લેવામાં આવશે
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 01/02/2025 ના રોજ જાહેર કરાયેલ ભરતી 19 ફેબ્રુઆરી 2025 ના રોજ રદ કરવામાં આવી હતી. જેના કારણમાં આ બંને જગ્યાઓ માટેના ભરતી નિયમોમાં સુધારા તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોવાથી હાલ આ પગલું લેવામાં આવ્યું છે.

GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. GPSC વર્ગ 1-2 ની ભરતી માટે પ્રિવિમ પરિક્ષા 6 એપ્રિલે યોજાશે. આવનાર ત્રણથી ચાર દિવસમાં નિયમો તૈયાર કરી જાહેર થશે. અરજી કરવા માટે ઉમેદવારો તૈયારી કરી રાખવા સૂચના આપવામાં આવી છે. ઝડપી અરજી પ્રક્રિયા પૂર્ણ કરી પરીક્ષા લેવાશે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી નાયબ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૧ અને મદદનીશ કમિશનર કુટીર ઉદ્યોગ વર્ગ ૨ ની ભરતી રદ કરાઈ છે. બન્ને બેઠકો મા ત્રણ જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ હતી.
ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની નાયબ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-૧ ની 1 પોસ્ટ અને અને મદદનીશ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-૨ ની કુલ 2 પોસ્ટ પર ભરતી માટે આયોગ દ્વારા 1 ફેબ્રુઆરી 2025 ના રોજ જાહેરાત કરવામાં આવી હતી. જે હાલ રદ કરવામાં આવી છે અને વિભાગ દ્વારા નવેસરથી આ પોસ્ટ માટે નવી જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ જણાવાયું છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 01/02/2025 ના રોજ જાહેર કરાયેલ ભરતી 19 ફેબ્રુઆરી 2025 ના રોજ રદ કરવામાં આવી હતી. જેના કારણમાં આ બંને જગ્યાઓ માટેના ભરતી નિયમોમાં સુધારા તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોવાથી હાલ આ પગલું લેવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે અને તે માટે નવી જાહેરાતો આપવામાં આવશે. જો કે નવી જાહેરાતો અને ભરતી ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી આપવાં આવી નથી.