મહાકુંભનાં સમાપન બાદ સીએમ યોગી અરેલ ઘાટમાં સફાઈ અભિયાનમાં જોડાયા , સતત 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભ 2025 નું ગઈકાલે મહા શિવરાત્રીએ સમાપન થયુ હતું ,
ભ્રમ ફેલાવવાનો એમણે એકપણ મોકો નથી છોડયો, મોટી સંખ્યામાં આવીને લોકોએ વિપક્ષને જવાબ આપી દીધો ,

સતત 45 દિવસ સુધી ચાલેલા મહાકુંભ 2025 નું ગઈકાલે મહા શિવરાત્રીએ સમાપન થયુ હતું. તેમ છતા પ્રયાગરાજ ત્રિવેણી સંગમ પર પવિત્ર સ્નાન માટે શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે. દરમ્યાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અરૈલ ઘાટ પર કુંભમેળા ક્ષેત્રમાં ચાલતા સફાઈ અભિયાનમાં પહોંચ્યા હતા અને સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો.
આ તકે મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે દુનિયામાં કયાંય પણ આટલો મોટો સમાગમ નથી થયો. તેમાં 66.30 કરોડ લોકો સામેલ થયા.કોઈ અપહરણ, લુંટ જેવી ઘટના નથી બની.વિપક્ષ દુરબીન કે માઈક્રોસ્કોપનો ઉપયોગ કરીને પણ આવી કોઈ ઘટના ઉજાગર ન કરી શકયા. વિપક્ષે ભ્રમ ફેલાવવામાં કોઈ મોકો ન છોડયો. આટલુ મોટુ નુકશાન તેમને સારૂ નહોતું લાગી રહ્યું.
મૌની અમાસે આઠ કરોડ શ્રધ્ધાળુઓ હતા પરંતુ વિપક્ષ સતત ભ્રમ ફેલાવતાં રહ્યા સીએમ યોગીએ વિપક્ષ પર વાર કરતા જણાવ્યું હતું કે ભકતોએ મોટી સંખ્યામાં આવીને એમને જવાબ આપી દીધો છે. તેમણે વિપક્ષને સ્પષ્ટ કહી દીધુ કે તેઓ વિપક્ષની ઉશ્કેરણીમાં નહીં આવે. યોગીએ કહ્યું હતું કે સનાતનનો ઝંડો કયારેય નહિં ઝુકે.
ઉતર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગીએ મહાકુંભનાં ભવ્ય-દિવ્ય આયોજનનું શ્રેય વડાપ્રધાન મોદીને આપીને કહ્યું હતું કે આથી વસુધૈવ કુટુંબકમનો સંદેશ પુરી દુનિયામાં ગયો છે.આ મહા આયોજનથી ‘સભી જન એક હૈ’નો અમૃત સંદેશ ગયો છે. મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું હતું કે એકતા, સમતા, સમરસતાનો મહાયજ્ઞ મહાકુંભ-2025, પ્રયાગરાજમાં ભવ્યતા, દિવ્યાની સાથે સુરક્ષા-વ્યવસ્થાના નવીન ધોરણોસર કરીને સંપન્ન થયો છે. આ તકે મુખ્યમંત્રીએ મહાકુંભ દરમ્યાન ફરજ બજાવનારા ઓફીસરો, કર્મચારીઓ સંસ્થાઓને સન્માની કર્યા હતા.