જાણવા જેવું

વિશ્વવિખ્યાત ટેસ્લાકાર બ્રાન્ડનો ભારતમાં પ્રથમ શો રૂમ દેશના સૌથી મોટા શોપીંગ એરીયામાં બનશે.

મુંબઈના વિખ્યાત બ્રાન્દ્રા-કુર્લા કોમ્પ્લેકસમાં ટેસ્લાએ 4000 સ્કવેરફીટનો શોરૂમ બનાવવા રૂ.35 લાખ પ્રતિ માસના ભાડે જગ્યા લઈ લીધી છે.

વિશ્વવિખ્યાત ટેસ્લાકાર બ્રાન્ડનો ભારતમાં પ્રથમ શો રૂમ દેશના સૌથી મોટા શોપીંગ એરીયામાં બનશે. મુંબઈના વિખ્યાત બ્રાન્દ્રા-કુર્લા કોમ્પ્લેકસમાં ટેસ્લાએ 4000 સ્કવેરફીટનો શોરૂમ બનાવવા રૂ.35 લાખ પ્રતિ માસના ભાડે જગ્યા લઈ લીધી છે.

અમેરિકી ઈલેકટ્રીક વ્હીકલ જાયન્ટ કંપની તેના ઈવી કાર મોડેલ ભારતમાં હાલ રેડીમેઈડ આયાતથી વેચશે. ટેસ્લાએ હાલ પાંચ વર્ષ માટે આ જગ્યા ભાડે લીધી છે તે ટુંક સમયમાં જ દિલ્હીમાં પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માર્ગ પર પોતાના શોરૂમ માટે જગ્યા નિશ્ચિત કરશે.

હાલની વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત સમયે વ્હાઈટ હાઉસના ગેસ્ટહાઉસમાં જ તેઓની અને એલન મસ્કની મુલાકાત થઈ હતી અને તે સમયે જ ટેસ્લાની રેડીમેઈડ એન્ટ્રી નિશ્ચિત થઈ હતી.

બાદમાં ટેસ્લા તેના એસેમ્બલી પ્લાન્ટ ભારતમાં સ્થાપશે જે માટે મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ સહિતના રાજયો સ્પર્ધામાં છે. ટેસ્લાનો આધુનિક સાયબર ટ્રક (કાર) રૂ.50થી70 લાખમાં ભારતમાં વેચાઈ શકે છે. તેનું સૌથી મોંઘુ મોડેલ રૂા.2 કરોડનું છે. જો કે તેઓ એક વખત શોરૂમ ખુલ્યા બાદ નિર્ણય લેવાશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button