ઈકોનોમી

સેન્સેક્સ 229 પોઈન્ટના વધારા સાથે 73427 પર ખુલ્યો તો નિફ્ટી પણ આજના કારોબારની શરૂઆત 69 પોઈન્ટના વધારા સાથે 22194 ના સ્તરે કરવામાં સફળ રહ્યો.

માર્ચ મહિનાની શરૂઆતના જ પહેલા કારોબારી દિવસે ઘણા સમયથી જતી રહેલી રોનક શેર બજારમાં પાછી આવી છે.

શુક્રવારે શેરબજારમાં ઉથલપાથલ પછી આજે સોમવારે માર્ચના પહેલા ટ્રેડિંગ દિવસે થોડી ઉત્સાહ પાછો આવ્યો છે. બીએસઈ સેન્સેક્સ 229 પોઈન્ટના વધારા સાથે 73427 પર ખુલ્યો. બીજી તરફ, NSEનો નિફ્ટી પણ આજના કારોબારની શરૂઆત 69 પોઈન્ટના વધારા સાથે 22194 ના સ્તરે કરવામાં સફળ રહ્યો.

ગયા અઠવાડિયે શેરબજારમાં ભારે વેચવાલી બાદ આજે વૈશ્વિક બજારમાંથી મજબૂત સંકેતો જોવા મળી રહ્યા છે. શુક્રવારે ટેરિફ વધારાની ચિંતા વચ્ચે સેન્સેક્સ-નિફ્ટીમાં લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સોમવારે સ્થાનિક ઇક્વિટી બજારના બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી 50 ઊંચા ખૂલવાની ધારણા સાચી પડી છે. એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે જ્યારે ટેક શેરોના કારણે ગયા શુક્રવારે યુએસ શેરબજારો વધારા સાથે બંધ થયા હતા.

ગયા શુક્રવારે ભારતીય શેરબજારે આ વર્ષે અત્યાર સુધીનો સૌથી ખરાબ ઇન્ટ્રાડે દેખાવ નોંધાવ્યો હતો. જેમાં બંને મુખ્ય સૂચકાંકો લગભગ 2 ટકા ઘટ્યા હતા. સેન્સેક્સ 1414.33 પોઈન્ટ ઘટીને 73198.10 પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 420.35 ઘટીને 22124.70 પર બંધ થયો હતો.

આજે એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. GIFT નિફ્ટી 106 પોઈન્ટના વધારા સાથે 22375 ના સ્તરે છે. સ્ટ્રેટ ટાઇમ્સમાં 7.68 પોઈન્ટનો નજીવો વધારો જોવા મળી રહ્યો છે. હેંગ સેંગ ઇન્ડેક્સ 384.45 પોઈન્ટ મજબૂત થયો છે. જોકે તાઇવાન વેઇટેડ 1.57% ઘટ્યું છે. વધુમાં SET કમ્પોઝિટ 4.03 પોઈન્ટ, જકાર્તા કમ્પોઝિટ 162.78 પોઈન્ટ અને શાંઘાઈ કમ્પોઝિટ 17.75 પોઈન્ટ ઉપર છે.

યુરોપિયન બજારની વાત કરીએ તો FTSE 53.53 પોઈન્ટ ઉપર છે. તે જ સમયે CAC માં 9.11 પોઈન્ટનો થોડો વધારો જોવા મળ્યો. DAX લગભગ સ્થિર બંધ થયો.

ગયા અઠવાડિયે 30 શેરો વાળા BSE સેન્સેક્સમાં 2112.96 પોઈન્ટનો ઘટાડો થયો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં 671.2 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. ફક્ત ફેબ્રુઆરી મહિનામાં જ નિફ્ટી 1384 પોઈન્ટ ઘટ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 4302.47 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button