આધાર કાર્ડ વેરિફિકેશનને લઈને કેન્દ્ર સરકારે મોટા ફેરફાર કર્યા છે : હવેથી ખાનગી કંપનીઓ મોબાઇલ એપ્સમાં આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન કરી શકશે, કારણ કે સરકારે તે ઉમેરવાની મંજૂરી આપી છે. જેના કારણે સામાન્ય લોકોને સેવાઓનો લાભા લેવાનું સરળ બની રહેશે.
ભારત સરકારે swik.meity.gov.in નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે, જે આધાર વેરિફિકેશનને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે. આ પોર્ટલ દ્વારા સરકારી અને ખાનગી સંસ્થાઓને વધુ સગવડ અને સુરક્ષિત સેવાઓ ઉપલબ્ધ થશે.

ભારત સરકારે swik.meity.gov.in નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે, જે આધાર વેરિફિકેશનને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે. આ પોર્ટલ દ્વારા સરકારી અને ખાનગી સંસ્થાઓને વધુ સગવડ અને સુરક્ષિત સેવાઓ ઉપલબ્ધ થશે.
આધાર કાર્ડ હાલ અત્યારે ખૂબ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. તો તેના વેરિફિકેશનને લઈને કેન્દ્ર સરકારે મોટા ફેરફાર કર્યા છે. હવેથી ખાનગી કંપનીઓ મોબાઇલ એપ્સમાં આધાર-આધારિત ફેસ ઓથેન્ટિકેશન કરી શકશે, કારણ કે સરકારે તે ઉમેરવાની મંજૂરી આપી છે. જેના કારણે સામાન્ય લોકોને સેવાઓનો લાભા લેવાનું સરળ બની રહેશે.
ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આધાર વેરિફિકેશનની એક નવી અને મહત્વપૂર્ણ સુવિધા શરૂ કરી છે. આ માટે swik.meity.gov.in નામનું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલનું મુખ્ય ઉદ્દેશ્ય છે સરકારી અને ખાનગી સંસ્થાઓને આધાર ચકાસણીની સુવિધા આપવી, જેથી લોકો સરળતાથી અને સુરક્ષિત રીતે વિવિધ સેવાઓ મેળવી શકે.
આધાર એ ભારત સરકાર દ્વારા દરેક ભારતીયના માટે એક ઓળખ નંબર છે. આ નંબરનું ઉપયોગ એક એવો સાધન તરીકે કરવામાં આવે છે, જે વ્યક્તિની ઓળખને સાબિત કરે છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર આધારનો ઉપયોગ સ્વૈચ્છિક છે, પરંતુ કેટલીક સરકારી યોજનાઓ અને કર સંબંધિત સેવાઓ માટે આ આધાર અનિવાર્ય થઈ ગયો છે.
હાલમાં, માત્ર સરકારી વિભાગો જ આધાર વેરિફિકેશનનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે સરકાર દ્વારા કરવામાં આવેલ કાયદા સુધારા પછી, ખાનગી કંપનીઓને પણ આધાર ચકાસણીની સુવિધા આપવામાં આવશે. 31 જાન્યુઆરી 2025થી આ નિયમ લાગુ થશે. આ સુધારા બાદ, હવે આરોગ્ય, શિક્ષણ, ઇ-કોમર્સ, ક્રેડિટ રેટિંગ અને હોટેલ ઇન્ડસ્ટ્રી જેવી સેવાઓ વધુ સરળ બની જશે.
e-KYC અને અન્ય સેવાઓ માટે હવે વારંવાર દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર નહીં પડે. આને કારણે સમય બચશે અને ગ્રાહકોને વધુ સરળતા મળશે. કર્મચારી હાજરીનો રેકોર્ડ રાખવો હવે વધુ સરળ થશે, અને કંપનીઓ પોતાના ગ્રાહકોની ઓળખ ચકાસી શકશે. ફેસ વેરિફિકેશન દ્વારા તમે ક્યારેય પણ, કયાંપણ સેવાઓ લઈ શકશો.
UIDAI એ પોર્ટલ પર વર્ચ્યુઅલ ID (VID) નામની સુવિધા પણ આપેલી છે. આ રીતે, તમે તમારું આધાર નંબર શેર કર્યા વિના ઓળખ ચકાસણી કરી શકો છો. UIDAI એ આધાર ધરકોને તેમના બાયોમેટ્રિક ડેટાને લોક અને અનલોક કરવાની સુવિધા પણ આપી છે, જેના દ્વારા તમારી ઓળખ સુરક્ષિત રહે છે. આધારના નવા નિયમો અને સુધારો દ્વારા, હવે લોકો માટે સરકારી અને ખાનગી સેવાઓ વધુ સરળ, ઝડપથી અને સુરક્ષિત બની જશે.