બ્રેકીંગ ન્યુઝ

પીએમ મોદી આજે સોમનાથ મહાદેવના દર્શનનો કર્યો સોમનાથ મંદિરમાં સુવર્ણ કળશોનું પીએમ મોદીએ પૂજન કર્યુ હતુ ,;

ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન પીએમ મોદી શનિવારે જામનગર પહોંચ્યા બાદ સર્કિટ હાઉસમાં રાત્રિના આરામ કર્યો અને રવિવારે વહેલી સવારે વનતારાની મુલાકાત લીધી હતી. આજે સોમનાથ અને સાસણગીરના પ્રવાસે છે.

પીએમ મોદી અત્યારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આજે બીજા દિવસે પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા છે. અહીંથી દર્શન કર્યા બાદ પીએમ મોદીએ સોમનાથ મંદિરના દર્શનનો ખાસ વીડિયો શેર કર્યો હતો, આ સાથે જ પીએમ મોદીએ સોમનાથ મહાદેવ મંદિરમાં લોકકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન પીએમ મોદી શનિવારે જામનગર પહોંચ્યા બાદ સર્કિટ હાઉસમાં રાત્રિના આરામ કર્યો અને રવિવારે વહેલી સવારે વનતારાની મુલાકાત લીધી હતી. આજે સોમનાથ અને સાસણગીરના પ્રવાસે છે.

પીએમ મોદી આજે સોમનાથ મહાદેવના દર્શનનો વીડિયો પૉસ્ટ કર્યો છે. સોમનાથ મંદિરમાં સુવર્ણ કળશોનું પીએમ મોદીએ પૂજન કર્યુ હતુ. આ દરમિયાન લોકકલ્યાણ માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી અને મંદિર પરિસરમાં સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પિત કરી હતી.

વડાપ્રધાન 1 માર્ચની સાંજે જામનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સર્કિટ હાઉસમાં રાત્રિનો આરામ કર્યો હતો. આજે તેઓ દિવસ દરમિયાન જામનગરમાં વનતારા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી છે. તેઓ જામનગરથી નીકળી સાંજે સાસણ પહોંચશે. સાસણમાં વન વિભાગના કાર્યાલય-કમ-ગેસ્ટ હાઉસ ‘સિંહ સદન’ પહોંચ્યા પછી, પ્રધાનમંત્રી શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે. 3 માર્ચે વડાપ્રધાન ગીર નેશનલ પાર્કમાં જંગલ સફારીનો આનંદ લઈને તેમના દિવસની શરૂઆત કરશે. સદન પરત ફર્યા પછી, તેઓ NBWLની બેઠકની અધ્યક્ષતા કરશે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં વન્યજીવોને લગતા રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને મુદ્દાઓને પણ આખરી ઓપ આપવામાં આવશે. આ બેઠક ખાસ છે કારણ કે તેની અધ્યક્ષતા વડાપ્રધાન કરશે. NBWLની બેઠક બાદ વડાપ્રધાન સાસણમાં કેટલીક મહિલા વન કર્મચારીઓ સાથે વાતચીત કરશે. બાદમાં વડાપ્રધાન ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. બાદમાં સોમનાથથી તેઓ રાજકોટ એરપોર્ટ પહોંચશે અને દિલ્હી જવા રવાના થશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button